પ્રિયંકા કુમારી નામની મહિલા ઉચ્ચ આશા લઈને બિહાર થી ગુરૂગ્રામ આવી હતી. પણ કોરોના વાયરસને લીધે લાગુ કરેલા લોકડાઉને તેની આશા પર પાણી ફેરવી નાખ્યું.લોકડાઉનને લીધે પતિની નોકરી જતી રહી,બીજી વખત નોકરી મળી તો તેમાં પગાર પણ અગાઉ કરતા અડધો થઈ ગયો.પ્રિયંકાએ એક ઝૂંપડામાં દુઃખભર્યા દિવસોને પાર કરી રહી છે.પોતાની આજુબાજુના કચરાને કારણે તબિયતને લઈને ખૂબ ચિંતામાં છે.
પ્રિયંકાને કોરોના વાયરસ અંગે કોઈ ખાસ માહિતી નથી.પ્રિયંકા જણાવતાં કહે છે કે,આ ઝૂંપડપટ્ટીને છોડવા માગીએ છીએ અને આ કોરોના મહામારી જો ફેલાઈ ન હોત તો અમારો પરિવાર એક મોટા ઘરમાં રહેવા માટે જતો રહ્યો હોત. લોકોને ઘરમાં આવવાં દેતાં પહેલા હું હાથ સેનિટાઈઝ કરવા માટે કહું છું.આરોગ્યને ધ્યાનમાં લઈને બાળકોને બીજા બાળકો સાથે રમવા પણ દેતી નથી.રેશન નોધાવવા માટે જ્યારે સ્થાનિક તંત્રને હેલ્પલાઈનમાં કોલ કર્યો તો સામેથી જવાબ મળ્યો કે,જાઓ બિહારમાં જઈને ખાવાનું લો,અહીં તમારા માટે કંઈપણ નથી.પણ પ્રિયંકાને આ વાતથી ખાસ કોઈ ડર ન લાગ્યો.આ લોકો દરવખતે આમ જ કરે છે.પણ ડર એ વાતનો હતો કે,ક્યાંક તેને ભીખ માગીને ખાવું ન પડે.
રેશન મેળવવા માટેનો પ્રયાસ સફળ ન થયો.ઘણાં દિવસો સુધી હું ભૂખી રહી.હવે આજકાલ મને ખાવાની પણ ઈચ્છા થતી નથી. હું એવું ઈચ્છું છું કે,કોરોના જતો રહે.મારી પાસે મર્યાદિત પ્રમાણમાં જ ભોજન-સામગ્રી છે.હું એવું નથી ઈચ્છતી કે મારાં બાળકો કે પતિ ભૂખ્યા રહે.પ્રિયંકાનો પતિ કમલેશ એક શૉ-રૂમમાં કામ કરે છે.માર્ચ મહિનામાં લાગેલાં લોકડાઉનને લીધે નોકરી જતી રહી.મે મહિનામાં ફરી કામ મળ્યું પણ તેમાં પગાર કપાઈને અડધો થઈ ગયો.જે પહેલાં રૂ.14,000 મળતા હતા એ હવે માત્ર રૂ.7,000 જ હાથમાં આવે છે.
જ્યારે જૂન મહિનામાં પગાર મળ્યો નથી.કમલેશે જણાવતાં કહ્યું કે,આ મહામારીના દિવસોમાં 2 ટાઈમનું ખાવા માટે પૈસા ઉધાર લેવા પડે એવી નોબત આવી છે.પણ મકાન માલિકે અમને ભાડા માટે કોઈ રીતે હેરાન કર્યા નથી.પ્રિયંકા જણાવતાં કહે છે કે,મારા ગામમાં શિક્ષણની પરિસ્થિતિ સારી ન હોવાને લીધે શિક્ષણ પૂર્ણ કર્યું નથી.હવે પાછી જવા માગતી પણ નથી,મારાં ગામમાં શિક્ષણને વેગ આપવામાં આવતો ન હતો.નાની ઉંમરમાં વાલીએ મારાં લગ્ન કરાવી દીધા.પણ હવે દીકરાને નઅભણ રહેવા દેવા માગતી નથી.
19 વર્ષની પ્રિયંકા આગળ જણાવતાં કહે છે કે,પહેલાં તો ટીવીમાંથી કોરોના અંગેના સમાચાર મળતા પણ હવે તો પૈસા ન હોવાથી ક્નેક્શન રહ્યું નથી અને સ્માર્ટફોન પણ નથી.સરકારે ફ્રી રેશન,શેલ્ટર હોમ તથા રોકડની મદદ કરે છે પણ તેની વાસ્તવિકતા કઈક જુદી જ છે.લોકડાઉનની શરૂઆત થઈ ત્યારથી 2 ટાઈમ જમવા માટે તનતોડ મહેનત કરવી પડે છે.બિહારનું રેશનકાર્ડ હોવાને કારણે ગુરૂગ્રામના દુકાનદારો પણ પાછાં મોકલી દે છે.એક જ પરિવારના બીજા વ્યક્તિઓએ ફ્રી સેવાનો લાભ લીધો હોવાથી સેન્ટરને ચીજ-વસ્તુઓનું વિતરણ કરવાનું બંધ કરી દીધું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news