Farmer standing crop damaged by rain in Surat: ગુજરાતભરમાં છેલ્લા 2 દિવસથી પડેલાં કમોસમી વરસાદમાં સૌથી વધારે દુઃખી જગતનો તાત થયો છે. માવઠાના કારણે સિઝનલ પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતાં કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સુરતના ઇચ્છાપોર ભાઠા વિસ્તારમાં હજારો હેક્ટરમાં ઉભા પાકને વ્યાપક નુકસાન(Farmer standing crop damaged by rain in Surat) થતાં ખેડૂતોની આંખો ભરાઈ આવી છે. માત્ર ઇચ્છાપોર, ભાઠા વિસ્તાર નહીં પરંતુ અને ગામડાઓમાં ખેતીના ઉભા પાકને મોટું નુકસાન થતાં ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.
કુદરતના આ કહેર સામે લાચાર ખેડૂતો સરકાર પાસે વળતરની આશા-અપેક્ષા સેવી બેઠા છે. વરસાદ બાદ ખેતરે ગયેલી ખેડૂતમહિલાની દૃશ્યો જોઈ આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી. મહિલાએ ચોધાર આંસુએ રડતાં-રડતાં જણાવ્યું હતું કે, અમે ગરીબ ખેડૂતો દેવું કરીને બે રૂપિયા કમાવવા માટે મહેનત કરતા હોઈએ છીએ. ઉછીના પૈસા લઈને વાવેતર કર્યું હતું. આંખો સમક્ષ એક ઝાટકે જ મહેનત પાણીમાં ધોવાઇ ગઇ.
કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતનો કહેર બનીને આવ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજ રોજ પડેલા કમોસમી વરસાદે ભારે નુકસાની વેરી છે. જેમાં ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. સુરતના ઇચ્છાપોર રોડ પર આવેલા ભાઠા ગામમાં ઉષાબેન દીપકભાઈ પટેલનું ખેતર આવેલું છે. ખેતરમાં પાપડી, ગવાર, તુવેર સહિત રીંગણના ઉભા પાકને આજ રોજ પડેલા કમોસમી વરસાદના કારણે મોટું નુકશાન થયું છે. ખેતરમાં ઉભા પાકને નુકસાન(Farmer standing crop damaged by rain in Surat) થતાં ખેડૂત બહેનોની આંખો ભરાઈ આવી છે.
સુરતના ઇચ્છાપોર રોડ પર આવેલા ભાઠા ગામના રહેવાસી ઉષાબેન પટેલે જણાવ્યું હતું કે, હું શાકભાજીનું વાવેતર કરતી હોઉં છું, હાલ તુવેરનું વાવેતર કર્યું હતું. જેના માટે મેં ઉછીના પૈસા બીજા પાસેથી લીધા હતા. એકાએક વરસાદ આવ્યો અને મારા ઊભા તુવેરના પાક ઉપર પાણી ફરી વળ્યું છે. મારી નજર સમક્ષ મારો પાક ધોવાઈ જતા મારી આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી. અમે ગરીબ ખેડૂતો દેવું કરીને બે રૂપિયા કમાવવા માટે મહેનત કરતા હોઈએ છીએ અને આવા કામોસમી વરસાદના કારણે આર્થિક નુકસાન સહન કરવું પડે છે. શિયાળાના શાકભાજીઓ તૈયાર કરવા છ મહિનાથી તૈયારી ચાલી રહી હતી. તુવેર માટે મૂડી લગાવી દીધી, દેવાં કર્યા છે, ત્યારે આંખો સમક્ષ એક ઝાટકે મહેનત પાણીમાં ધોવાઇ ગઇ છે. મારી સરકારને માંગ છે કે, ઝડપથી અમને આર્થિક રાહત આપે.
દક્ષિણ ગુજરાતના સુરત સહિત અનેક વિસ્તારોમાં ગઈકાલની વહેલી સવારથી મિની વાવાઝોડા સાથે વરસાદે શહેરને ધમરોળ્યું હતું. મોડીરાત સુધીમાં 4.6 ઇંચ વરસાદ નોંધાતા નવેમ્બરમાં માવઠાનો રેકોર્ડ તૂટ્યો છે. શિયાળામાં માવઠાને પગલે ભારે નુકસાની સર્જાઇ હતી. મોટાપાયે નુકસાનીના લીધે ધરતીપુત્રોમાં ભારે નિરાશા ફેલાઇ છે. વર્ષ સુધીની મૂડી સમાન ઊભો પાક કમોસમી વરસાદના લીધે નષ્ટ થતાં નિર્ભર પરિવારોની આંખો ભીની થઇ ગઇ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube