છત્રી-રેઇનકોટ તૈયાર જ રાખજો! ગુજરાતના આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ- હવામાન વિભાગની આગાહી

Forecast of Meteorological Department in Gujarat: રાજ્યમાં આજે પણ ઘણી જગ્યાએ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે કમોસમી વરસાદની હવામાન વિભાગે દ્રારા આગાહી કરવામાં આવી હતી. તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બપોર પછી વરસાદનું જોર ઘટી શકે છે.અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ (Forecast of Meteorological Department in Gujarat) વરસશે. 24 કલાક હજુ પણ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના અનુસાર કમોસમી વરસાદને લઈ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું હતું. રાજ્યનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડી ચુક્યો છે. જેમાં 44 તાલુકાઓમાં તો એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં જેવા કે સુરત, નવસારી અને વલસાડમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની વકી છે.

રાજકોટમાં બપોર પછી ફરી કરા સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. શાપર, પારડી અને શહેરના કેટલાક વિસ્તારમાં કરા પડ્યા છે. જેના કારણે ખેતીપાકોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટના ગોંડલમાં ગાજવીજ સાથે કરા પડ્યા. કરા સાથે વરસાદ પડતા જીરૂ,ચણા, ધાણા સહિતના શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદના પગલે શહેરના રાજમાર્ગો પર ચોમાસા જેવો માહોલ છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *