મોટેભાગે લોકોને સોસાયટી (Society)ના ગેટ(gate) પાસે બેસવાની ટેવ હોય છે. સુરત (Surat)માં આવી જ રીતે સોસાયટીના ગેટ પર બેઠેલી મહિલા પર અચાનક સ્લેબ (Slab)ના પોપડા તૂટી પડ્યાં હતાં. અહીંના, પાલ(Pal) વિસ્તારમાં આવેલી શ્રુતિ હાઈટસ(Shruti Heights) નામની સોસાયટીમાં આ ઘટના બની હતી. મહિલા કંઈ સમજે અને બચાવ કરવા નાસી જાય તે પહેલા જ માથે પોપડા પડતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. જેથી આસપાસથી દોડી આવેલા લોકોએ મહિલાને હોસ્પિટલમાં ખસેડતા તેણીને 30થી વધુ ટાંકા માથા તથા શરીરના ભાગે આવ્યાં હતાં.
View this post on Instagram
ખુરશી પર બેસેલી મહિલાને ઈજા પહોંચી:
ઘણા લોકોને પોતાના ફ્રી સોસાયટીના ગેટે બેસવાની ટેવ હોય છે. આ મુજબ આ મહિલા પણ બપોરના સમયે શ્રુતિ હાઈટ્સ એપાર્ટમેન્ટના ગેટ પાસે મહિલા આરામથી ખુરશી પર બેઠી હતી. આ દરમિયાન અચાનક જ ખુરશી પર બેઠેલી મહિલા ઉપર સ્લેબના પોપડા ધડાકાભેર પડી આવ્યા હતા. જેને કારણે મહિલાના માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. આચાનક પોપડા ધડાકાભેર પડી આવતા તેની બાજુમાં બેઠેલી મહિલા પણ આશ્ચર્યચકિત થઇને ઇજાગ્રસ્ત મહિલા તરફ દોડી આવી બૂમાબૂમ કરી દીધી હતી. મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ:
ધડાકાભેર અવાજ સાથે પોપડા પડ્યા હોવાને કારણે તેના કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. સિક્યુરિટી પણ નજીકમાં જ બેઠો હતો. તે તાત્કાલિક અસરથી સિક્યુરિટી ઓફિસની બહાર દોડી આવીને મહિલાઓ પરથી કાટમાળ દૂર કર્યો હતો. તેમજ અન્ય લોકો દ્વારા મહિલાને ઉભી કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાના માથામાં એટલી ગંભીર ઇજા થઇ કે 30થી વધુ ટાંકા લેવાની ફરજ પડી હતી. આ મહિલાને તાત્કાલિક પણે હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાને કારણે જીવ બચી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.