મહિલાની સાડી ઉતારીને ગરમ વાંસથી મારવામાં આવ્યો ઢોર માર- કારણ જાણીને રૂવાડા બેઠા થઇ જશે

બિહાર(Bihar)ના મધેપુરા(Madhepura)ની એક હૃદયદ્રાવક ઘટના સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral) થઈ રહી છે. ઘટનાના વીડિયોમાં એક મહિલાને ખૂબ જ ખરાબ રીતે મારવામાં આવી રહી છે.…

બિહાર(Bihar)ના મધેપુરા(Madhepura)ની એક હૃદયદ્રાવક ઘટના સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral) થઈ રહી છે. ઘટનાના વીડિયોમાં એક મહિલાને ખૂબ જ ખરાબ રીતે મારવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાને ત્યાં સુધી માર મારવામાં આવ્યો જ્યાં સુધી તે બેહોશ ન થઈ ગઈ. તેની સાથે આ બર્બરતા વર્તનનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે.

ખરાબ રીતે માર મારવામાં આવ્યો:
ઘટના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના રાજપુર ગામની છે. એક રિપોર્ટ અનુસાર પીડિત મહિલા રાત્રે શૌચ કરવા ગઈ હતી. કેટલાક લોકોએ તેને અંધારામાં ખેતરમાં જોઈ અને ગામમાં હંગામો મચાવ્યો. મહિલા રાત્રે કોની સાથે ખેતરમાં હતી તેની પૂછપરછ શરૂ કરી. આ પછી મહિલાને મારવાની તૈયારી કરવામાં આવી હતી.

આ માટે બીજા દિવસે પંચાયત બોલાવવામાં આવી હતી અને મહિલાને ત્યાં લાવવામાં આવી હતી. ત્યારપછી પંચાયતના આદેશ પર મહિલાને ગેરવર્તણૂક ગણાવીને ખરાબ રીતે મારવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આટલી નિર્દયતાથી કરવામાં આવેલ મારપીટનો વીડિયો પણ બતાવી શકાય તેમ નથી. આ દરમિયાન મહિલાની સાડી પણ ખોલી નાંખવામાં આવી હતી, પરંતુ માર મારનારાઓ બંધ થયા ન હતા.

આ બધું આખા ગામની સામે ચાલ્યું ત્યાં સુધી કે મહિલા બેભાન થઈ ગઈ. જે બાદ કેટલાક લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

પીડિતા શૌચ માટે ગઈ હતી:
આજતકના સમાચાર મુજબ પીડિત મહિલાએ જણાવ્યું કે, રાત્રે લગભગ 10 વાગે તે શૌચ કરવા ઘરની નજીક મકાઈના ખેતરમાં ગઈ હતી. દરમિયાન ગામના શંકરદાસ, પિન્ટુ દાસ, પ્રદીપ દાસ અને અભય દાસે તેને પકડી લીધો અને ખેતરમાં તેની સાથે બીજું કોણ છે તે પૂછવા લાગ્યા. જ્યારે મહિલાએ તેમને કહ્યું કે ત્યાં કોઈ નથી, તો તેઓએ તેને ત્યાં માર મારવાનું શરૂ કર્યું. મહિલાએ એ પણ જણાવ્યું કે આ લોકો પહેલા પણ તેનો વિવાદ ચાલી રહ્યો હતો.

લોકો ગુસ્સે થયા:
પંચાયતના આદેશ પર મહિલાની મારપીટનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ અંગે ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘટના બાદ ઘાયલ મહિલાને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે મધેપુરાના એસપી રાજેશ કુમારે જણાવ્યું છે કે મામલો તેમના ધ્યાન પર આવ્યો છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. જેઓ આરોપી છે તેમને છોડવામાં આવશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *