ઓમિક્રોન અને ડેલ્ટા ભેગા મળીને બન્યો નવો વેરિઅન્ટ- આ સામાન્ય લક્ષણો પણ દેખાય તો ડોક્ટર પાસે મુકો દોટ

ભારતમાં કોરોના(Corona) વાયરસના નવા કેસોમાં ઘટાડો થતાં, કોવિડ -19 નું એક નવા વેરીએન્ટે દસ્તક દઈ દીધી છે અને તે પહેલા કરતા વધારે સંક્રમિત હોવાનું કહેવાય…

ભારતમાં કોરોના(Corona) વાયરસના નવા કેસોમાં ઘટાડો થતાં, કોવિડ -19 નું એક નવા વેરીએન્ટે દસ્તક દઈ દીધી છે અને તે પહેલા કરતા વધારે સંક્રમિત હોવાનું કહેવાય છે. કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ડેલ્ટા(Delta) અને ઓમિક્રોન(Omicron) વેરિઅન્ટથી બનેલું છે અને તેને ડેલ્ટાક્રોન(Deltacron) નામ આપવામાં આવ્યું છે. ડેલ્ટા અને ઓમિક્રોનથી બનેલી ડેલ્ટાક્રોન ભારતમાં પણ દસ્તક આપી ચુક્યો છે અને ઘણા રાજ્યોમાં તેના કેસ નોંધાયા છે, જેની તપાસ ચાલી રહી છે.

ડેલ્ટા અને ઓમિક્રોન ભેગા મળીને બન્યો નવો વેરિઅન્ટ ડેલ્ટાક્રોન:
નિષ્ણાતોના મતે, તે એક સુપર-મ્યુટન્ટ વાયરસ છે, જેનું વૈજ્ઞાનિક નામ BA.1 + B.1.617.2 છે. નિષ્ણાતોએ કહ્યું છે કે ડેલ્ટા અને ઓમિક્રોનનો બનેલો હાઇબ્રિડ સ્ટ્રેઇન છે, જેની શોધ ગયા મહિને સાયપ્રસમાં સંશોધકો દ્વારા કરવામાં આવી હતી. તે સમયે વૈજ્ઞાનિકોએ તેને લેબની ટેકનિકલ ભૂલ ગણાવી હતી. પરંતુ હવે બ્રિટનમાં મામલો સામે આવી રહ્યો છે. ડેલ્ટાક્રોન એ કોરોના વાયરસનું મિશ્ર સ્વરૂપ છે જેમાં ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટનો સમાવેશ થાય છે.

જાણો શું છે ડેલ્ટાક્રોનનાં લક્ષણો?
જો આ પ્રકારના લક્ષણો હોય તો તરત જ ડોક્ટર પાસે જાઓ. જેમાં માથાનો દુખાવો થવો, ખૂબ તાવ અને ત્યારબાદ પરસેવો અથવા શરદી થવી, ગળું સુકાઈ જવું, સતત ઉધરસ આવવા લાગવી, શરીરમાં થાક અથવા ઉર્જાનો અભાવ દેખાવો, ગંધ અથવા સ્વાદ ગુમાવવો વગેરે જેવા ડેલ્ટાક્રોનના લક્ષણો છે.

દેશના આ રાજ્યોમાં ડેલ્ટાક્રોનના કેસ મળી આવ્યા:
નોંધપાત્ર રીતેએક રીપોર્ટ અનુસાર, ભારતના કોવિડ જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) અને GSAID એ સંકેત આપ્યો છે કે દેશમાં 568 કેસ તપાસ હેઠળ છે. રિપોર્ટ અનુસાર, હોટસ્પોટ બનેલા કર્ણાટકમાં 221 કેસમાં ડેલ્ટાક્રોન વેરિઅન્ટના સંકેત મળ્યા છે. આ પછી તમિલનાડુમાં 90, મહારાષ્ટ્રમાં 66, ગુજરાતમાં 33, પશ્ચિમ બંગાળમાં 32 અને તેલંગાણામાં 25 અને નવી દિલ્હીમાં 20 કેસ તપાસ હેઠળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *