વડોદરા શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોટી દુર્ઘટના ઘટી છે. બ્રિજ પર સોલાર પેનલ લગાવવાની કામગીરી વખતે લાકડાની પાલક તૂટી પડતા 22 મજૂરો 50 ફૂટની ઊંચાઇએથી નીચે પટકાયા હતા. જેમાં 3 મજૂર ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે કેટલાક મજૂરો ત્યાંથી ભાગી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે સેફટીનાં સાધનો વીના મજુર કામ કરી રહ્યાં હતાં. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકાના ફ્યુચરિસ્ટિક વિભાગ તરફથી દેશમાં પહેલી વખત વડોદરા શહેરના રોડ પર સોલાર રૂફટોપ બેસાડવાનું આયોજન 5 વર્ષ પહેલાં કર્યું હતુ. આ રોડ પર રેલવે ઓવરબ્રિજ પણ આવેલો છે અને તેને જોડતા રોડ પર સોલાર રૂફટોપ બેસાડવાની કામગીરી શરૂ કરાઇ હતી. 22 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચવાળા આ પ્રોજેક્ટને પાલિકાના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ અને સ્ટ્રીટલાઇટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
મજૂરો નીચે પટકાતા દોડધામ મચી ગઇ
સોલાર પેલનની ફિટીંગની કામગીરીમાં 22 જેટલા મજૂરો લાકડાની પાલક પર કામગીરી કરી રહ્યા હતા. જેમાં લાકડાની પાલક અચાનક તૂટી જતા 22 મજૂરોના જીવ તાળવે ચોટ્યા હતા. 22 મજૂરો નીચે પડતા કેટલાક મજૂરો લાકડાની પાલક સાથે લટકી ગયા હતા. અને કેટલાક સીધા નીચે પટકાયા હતા.
સેફ્ટી વિના જ મજૂરો કામગીરી કરતા હતા
50 ફૂટની ઊંચાઇએ કામગીરી કરાવવામાં આવતી હોવા છતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઇપણ પ્રકારની સેફ્ટી વિના મજૂરો પાસે કામગીરી કરાવવામાં આવી રહી હતી. જેથી પાલિકાની બેદરકારી સામે આવી હતી. સોલાર પેલની કામગીરી દરમિયાન અચાનક જ લાકડાની પાલક તૂટી પડી હતી.
પસાર થતા મુસાફરો માટે જોખમી
આ પાલક તૂટવાની ઘટના પસાર થતા મુસાફરો માટે જોખમી સાબિત થઈ શક્તી હતી. જો કે, સદનસીબે પસાર થતા વાહનો ચાલકો બચ્યા હતા. પાલક બ્રિજના એક તરફી રોડ હોવાથી વાહનચાલકોને કોઈ તકલીફ થઈ ન હતી. લાકડાનું પાલક પડ્યું ત્યારે એક તરફનો રોડ બંધ હતો.જો કે, સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી ગઇ હતી.
અંદાજે 22 કરોડ રૂપિયા ખર્ચે સોલાર પ્રોજેક્ટની કામગીરી થઇ રહી છે
વડોદરા મહાનગરપાલિકાના ફ્યુચરિસ્ટિક વિભાગ તરફથી દેશમાં પહેલી વખત વડોદરા શહેરના રોડ પર સોલાર રૂફટોપ બેસાડવાનું આયોજન 5 વર્ષ પહેલાં કર્યું હતુ. આ રોડ પર રેલવે ઓવરબ્રિજ પણ આવેલો છે અને તેને જોડતા રોડ પર સોલાર રૂફટોપ બેસાડવાની કામગીરી શરૂ કરાઇ હતી. 22 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચવાળા આ પ્રોજેક્ટને પાલિકાના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ અને સ્ટ્રીટલાઇટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.