દારૂડિયાએ તો ગામ માથે લીધું! અમદાવાદમાં દારૂ પીને પાણીની ટાંકી પર ચડી ગયો યુવક, પછી તો એવા ખેલ થયા કે…

ઘણી વાર દારૂડિયાઓ દારૂ પીને અવનવા નાટકો કરતા જોવા મળતા હોય છે. ત્યારે અમદાવાદ (Ahmedabad)માં તો શોલે(Sholay) ફિલ્મ જેવો સીન જોવા મળ્યો છે. ત્યાના સારંગપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પર આજે સવારે એક યુવક દારૂ પીધેલી હાલતમાં ચડી ગયો છે. તેને જોઈને લોકોમાં પણ ભય ફેલાયો છે.

આ યુવક પાણીની ટાંકીની ઉપર ચઢઊતર કરતો હોવાને પગલે લોકો દ્વારા તેને બૂમાબૂમ કરીને સમજાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ યુવક નીચે નહીં ઊતરતાં પોલીસ અને ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આખરે 20 મિનિટની જહેમત બાદ નીચે ઉતારવામાં સફળતા મળી હતી.

ફાયરબ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ મગાવવાની ફરજ પડી:
આ યુવક દારૂ પીને પાણીની ટાંકીની ઉપર ચઢઊતર કરતો હોવાને પગલે લોકો દ્વારા તેને બૂમાબૂમ કરી સમજાવવામાં આવી રહ્યો હતો, પરંતુ ફાયરબ્રિગેડ અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે જઈને આ યુવકને નીચે ઉતારવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂ પીધેલી હાલતમાં પાણીની ટાંકી પર ચડેલા યુવકને નીચે ઉતારવા માટે ફાયરબ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ મગાવવાની ફરજ પડી હતી.

યુવકને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયત્ન શરૂ કરાયો:
પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનોએ યુવકને સમજાવીને નીચે ઉતારવા પ્રયાસ હાથ ધર્યો હતો. સ્થાનિક વ્યક્તિ દ્વારા ખાડિયાના કોર્પોરેટર પંકજ ભટ્ટને જાણ કરતાં તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને તેમણે ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. આ પછી યુવકને ખુબ જ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

20 મિનિટની જહેમત બાદ નીચે ઉતારવામાં સફળતા મળી:
ઘણી બધી મથામણ બાદ આખરે 20 મિનિટની જહેમત બાદ તેને સમજાવીને ધીરે ધીરે નીચે લાવવામાં ફાયરબ્રિગેડે સફળતા મેળવી હતી. નીચે આવતાં જ તાત્કાલિક તેને પકડીને દારૂ પીધેલી હાલતમાં હોવાથી પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *