ધૂમ સ્ટાઈલમાં એક વ્હિલ પર બાઈક ચલાવી યુવકે કર્યો જોખમી સ્ટંટ- વિડીયો વાઈરલ થતાં જ પોલીસે સ્ટંટબાજની કરી ધરપકડ

Stunt Viral Video: સોશયલ મીડિયામાં વાયરલ થવા માટે અને રાતોરાત સુપરસ્ટાર થવા માટે અનેક યુવાનો જોખમી સ્ટંટના વિડીયો શેર કરતા હોય છે. પણ આ વિડીયો…

Stunt Viral Video: સોશયલ મીડિયામાં વાયરલ થવા માટે અને રાતોરાત સુપરસ્ટાર થવા માટે અનેક યુવાનો જોખમી સ્ટંટના વિડીયો શેર કરતા હોય છે. પણ આ વિડીયો વાયરલ તો થઈ જાય છે, પણ વાયરલ(Stunt Viral Video) થયા બાદ તેમની મુશ્કેલીમાં વધારો થાય છે. કેમ કે આવા જોખમી સ્ટંટ કરવા માટે તમને જેલની હવા ખાવા વારો પણ આવી શકે છે. ત્યારે આવો જ એક કિસ્સો બન્યો છે.મહીસાગર જિલ્લા મથક લુણાવાડાના એક યુવાને સોશિયલ મીડિયામાં જોખમી સ્ટંટ કરતાં વિડીયો અપલોડ કર્યા હતા જે વાઈરલ થાય હતા. આ વીડિયોમાં એક બાઇક ચાલક લુણાવાડા પાનમ બ્રીજ ઉપર ચાલુ બાઇક ઉપર ઉભા થઇ બાઇકનું આગળનુ વ્હીલ ઉચુ કરી રસ્તે જતા વાહન ચાલકોની તેમજ રાહદારીઓની જીદંગી જોખમાય તે રીતે રસ્તા ઉપર બેકાળજીથી તેમજ પુરઝડપે બાઇક ચલાવી સ્ટંટ કરી રહેલાનો વીડિયો વાઈરલ કર્યા હતા.જે બાદ મહીસાગર પોલીસએ આરોપીની ધરપકડ કરી હતી.

બાઈક પર જોખમી સ્ટંટ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો
આજના યુવાનો ક્યાંક જીતની ખુશીમાં તો ક્યાંક ફેશન અને રેસના નામે જોખમી સ્ટંટ કરતાં હોય છે. ત્યારે રે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એક યુવાને બાઈક પર જોખમી સ્ટંટ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. રસ્તા પર ભારે વાહનોની અવર જવરના રસ્તા ઉપર આ પ્રકારની સ્ટંટ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક બાઇક ચાલક લુણાવાડા પાનમ બ્રીજ ઉપર ચાલુ બાઇક ઉપર ઉભા થઇ બાઇકનું આગળનુ વ્હીલ ઉચુ કરી રસ્તે જતા વાહન ચાલકોની તેમજ રાહદારીઓની જીદંગી જોખમાય તે રીતે રસ્તા ઉપર બેકાળજીથી તેમજ પુરઝડપે બાઇક ચલાવી સ્ટંટ કરી રહેલાનો વીડિયો વાઈરલ કર્યા હતા.

સ્ટંટબાજ રોમિયોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી
આ અંગે પોલીસને જાણ થતા સ્ટંટબાજ યુવાનને પોલીસે ઝડપી પાડી લુણાવાડા ટાઉન પોલીસ ખાતે તેના વિરુધ્ધ ઈ.પી.કો. કલમ 279,336, તથા એમ.વી. એક્ટ કલમ 177,184,192 મુજબ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશને ગુન્હો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જોખમમાં મુકે તેવા સ્ટંટ ન કરવા જોઈએ
મહત્વનું છે કે શહેરમાં વાહનો પર સ્ટંટ કરતા અનેક લોકોના વીડિયો અગાઉ વાયરલ થયા હતા અને પોલીસે આવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી. લોકોએ આ પ્રકારના જીવને જોખમમાં મુકે તેવા સ્ટંટ ન કરવા જોઈએ તે જરૂરી બન્યું છે. બીજી તરફ પોલીસ આવા સ્ટંટ બાજો પર બાઝ નજર રાખીને કડક કાર્યવાહી કરી રહી છે.તો પણ આવા લાંબરમૂછિયા સુધરવાનું નામ લેતા નથી.પોતાની સાથે બીજાનો પણ જીવ જોખમમાં મૂકે છે.