Heart attack: સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (Heart attack) ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે.
કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે, જીમમાં કસરત કરતી વખતે હાર્ટ-એટેક આવવાની સાથે જ ઘટના સ્થળે મૃત્યુના કિસ્સાઓ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. બિહારમાં આવેલા ભાગલપુર માંથી વધુ એક હાર્ટ એટેકની ઘટના પ્રકાશમાં આવી છે.
સોનું સાફ કરતા યુવકને ભેટયું મોત- લોકો બચાવવાને બદલે વીડિયો બનાવતા રહ્યા#Bhagalpur #bihar #news #watch #video #trishulnews pic.twitter.com/ONiENHAyFE
— Trishul News (@TrishulNews) April 20, 2023
ભાગલપુરમાં કામ કરતી વખતે એક યુવકનું મોત થયું હતું. તે સોનાના વેપારીને ત્યાં કારીગર તરીકે કામ કરી રહ્યો હતો. કારીગર દુકાનની અંદર બેસીને સોનું સાફ કરી રહ્યો હતો, આ દરમિયાન તેઓ બેઠા હતા ત્યારે અચાનક નીચે પડી ગયા હતા. તેના હાથ પગ ધ્રૂજવા લાગ્યા અને થોડી જ વારમાં તેમનું અવસાન થયું હતું.
યુવકનું મોત દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયું હતું. દુકાનમાં હાજર લોકો તેને ત્યાંથી હોસ્પિટલ લઇ જવાને બદલે યુવક સાથે શું થયું અને કેવી રીતે મોત થયું તે ઘટનાના CCTV ફૂટેજ જોતા રહ્યા હતા. આ ઘટના બુધવારે સાંજે કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોના પટ્ટીની એક દુકાનમાં બની હતી. મળેલી માહિતી અનુસાર યુવકની ઓળખ પિન્ટુ કુમાર (ઉંમર વર્ષ 42) તરીકે થઈ છે.
બુધવારે પિન્ટુ જ્વેલરીની દુકાનમાં સોના-ચાંદીની વસ્તુઓ સાફ કરી રહ્યો હતો. અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર પિન્ટુ કુમાર કોલકાતાનો રહેવાસી હતો. પિન્ટુ છેલ્લા બે વર્ષથી સોનાના વેપારી વિકેશ કુમારની દુકાનમાં કામ કરતો હતો. જયારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઇ ત્યારે પોલીસ તરતજ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.