ભરૂચ જીલ્લામાં છવાઈ ઘેરાશોકની લાગણી, વરિષ્ઠ પત્રકાર જગદીશ પરમારનું દુઃખદ નિધન- ‘ઓમ શાંતિ’

ભરૂચ(Bharuch): શહેર અને જિલ્લાના પ્રખર વક્તા, રાજનેતા, ચિત્રકાર અને વરિષ્ઠ પત્રકાર એવા જગદીશ પરમાર(Jagdish Parmar)નું દુઃખદ અવસાન થયું છે. જેથી ભરૂચ જિલ્લામાં ઘેરાશોકની લાગણી છવાઈ…

ભરૂચ(Bharuch): શહેર અને જિલ્લાના પ્રખર વક્તા, રાજનેતા, ચિત્રકાર અને વરિષ્ઠ પત્રકાર એવા જગદીશ પરમાર(Jagdish Parmar)નું દુઃખદ અવસાન થયું છે. જેથી ભરૂચ જિલ્લામાં ઘેરાશોકની લાગણી છવાઈ જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, જો વાત કરવામાં આવે તો શાળા, સમાજ, સંસ્થા, સહકારી કે રાજકીય ક્ષેત્ર હોય કે પછી કલા કે રમતગમત દરેકમાં જગદીશ પરમાર પોતાની પ્રતિભાથી કળાથી કુશળ સુકાની પુરવાર સાબિત થયા છે.

જો વાત કરવામાં આવે તો સરકારી કે રાજકીય કોઇપણ કાર્યકમ હોય જિલ્લાના પત્રકારોમાં જગદીશ કાકાના હુલામણા નામથી સહુના ચાહિતા જગદીશ પરમાર તેઓની કલમ, શબ્દો, ચિત્રકલા અને પ્રતિભા સાથે ભરૂચ જિલ્લાના જન જનના હૃદયમાં કાયમ માટે જીવંત રહેશે.

ઉલ્લેખનીય છે કે, તમામ પ્રકારની કળા ધરાવનાર વરિષ્ઠ પત્રકાર જગદીશ પરમારનું નિધન થતા પરિવાર સહિત ભરૂચ જીલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *