ભાવનગર(Bhavnagar): હાલ એક ખુબ જ અનોખો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, ભાવનગર(Bhavnagar) જિલ્લાના ઉમરાળા(Umrala) તાલુકાના અંતરયાળ ગામ અલમપર (Alampar)ના રહેવાસી ગોહિલ લગ્ધીરસિંહ ખેંગારસિંહ (Gohil Lagdhirsingh Khengarsingh)એ ચોખા (Rice)ના દાણા પર હનુમાન ચાલીસા લખી ત્રણેય બુક ઓફ રેકોર્ડ તેના નામે નોંધાયા છે. ગુજરાત બુક ઓફ રેકોર્ડ(Gujarat Book of Records), ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ(India Book of Records) અને મેજિક બુક ઓફ રેકોર્ડ (Magic Book of Records)માં વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. ખાસ વાત તો એ છે કે, તેણે રોજિંદા વપરાશની સાદી લાલ બોલપેનથી જ કૃતિ પુર્ણ કરી હતી.
View this post on Instagram
સુક્ષ્મ કળા શિખવા માટે ભારે મહેનત કરી હતી:
મળતી માહિતી અનુસાર, 24 વર્ષીય ગોહિલ લગ્ધીરસિંહ ખેંગારસિંહ ઉમરાળા તાલુકાના અંતરયાળ ગામ અલમપરનો રહેવાસી છે. આ હનુમાન ચાલીસા લખવા માટે તેમણે કોઈપણ પ્રકારનો બીલોરી કાચ કે માઈક્રો પેનનો ઉપયોગ કર્યો નથી. રોજિંદા વપરાશની સાદી લાલ બોલ પેનથી જ કૃતિ પૂર્ણ કરી છે. તેમજ તેણે ચશ્મા લગાવ્યા વગર જ ચોખાના 314 દાણા પર હનુમાન ચાલીસા લખીને પોતાની કારીગીરીની ઓળખ આપી છે. આ અંગે તેણે જણાવ્યું છે કે, સુક્ષ્મ કળા શિખવા માટે તેણે ભારે મહેનત કરી હતી.
આર્ટ ટીચર ડિપ્લોમા પૂર્ણ કર્યું:
ત્યારે હવે લગ્ધીરસિંહના અભ્યાસ વિશે વાત કરીએ તો, તેણે ધોરણ 12 કોમર્સ પછી ઈતિહાસ વિષયમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેણે ધોળકાની આર.વી. શાહ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં વર્ષ 2021માં આર્ટ ટીચર ડિપ્લોમા પૂર્ણ કર્યું હતું. તેણે આ કાર્ય મે-2022માં જ કર્યું હતું.
બેસ્ટ અચિવર્સ 2022નો એવોર્ડ:
તેણે રોજીંદા જીવનમાં વપરાતી સાદી લાલ બોલપેનથી જ 314 ચોખાના દાણા ઉપર ગુજરાતી ભાષામાં હનુમાન ચાલીસા લખી હતી. જેને લઈ આ કૃતિને ગુજરાત બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. આ બે બુકમાં સ્થાન મેળવવા બદલ મેજીક બુક ઓફ રેકોર્ડ દ્વારા બેસ્ટ અચિવર્સ 2022નો એવોર્ડ પણ મેળવ્યો હતો.
દેશનું નામ રોશન કરવા માંગુ છું: ગોહિલ લગ્ધીરસિંહ
આ અંગે ગોહિલ લગ્ધીરસિંહે જણાવ્યું હતું કે, કષ્ટભંજન દેવ સાળંગપુરના મહંત દ્રારા પણ મને સન્માનિત કરવામાં આવ્યો છે. હું મારા રસના વિષયમાં ખૂબ જ આગળ વધવા માગીને દેશનું નામ રોશન કરવા માગું છું. આ યુવક દ્વારા ખરેખર અનોખું કાર્ય કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.