વડોદરમાં ફરજ બજાવી રહેલા PSIનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત – 10 માસ પહેલા જ થયું હતું પ્રમોશન

વડોદરા(Vadodara): હાલ એક ખુબ જ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, વડોદરા (Vadodara)ના કરજણ નેશનલ હાઇવે-48(Karjan National Highway-48) ઉપર માંગલેજ ચોકડી પાસે…

વડોદરા(Vadodara): હાલ એક ખુબ જ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, વડોદરા (Vadodara)ના કરજણ નેશનલ હાઇવે-48(Karjan National Highway-48) ઉપર માંગલેજ ચોકડી પાસે પંદર દિવસ પહેલાં અકસ્માત (accident)નો ભોગ બનેલા નારેશ્વર આઉટપોસ્ટ પોલીસ ચોકી (Nareshwar Outpost Police Station)ના ઇન્ચાર્જ PSIનું મોત નીપજ્યું છે. તેમનું 10 માસ પહેલાં જ PSIનું પ્રમોશન આવ્યું હતું અને છેલ્લા એક માસથી નારેશ્વર આઉટ પોસ્ટમાં ઇન્ચાર્જ PSI તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

નોકરી પતાવી પરત વડોદરા આવતા અકસ્માત:
તા.1-8-2022ના રોજ વડોદરમાં સિટી પોલીસ લાઇનમાં રહેતા અને કરજણના નારેશ્વર આઉટપોસ્ટમાં PSI તરીકે ફરજ બજાવનાર રવિચન્દ્રભાઈ બાબુભાઈ નિનામા સાંજના સમયે પોતાની નોકરી પતાવીને બાઇક પર વડોદરા આવી રહ્યા હતા. ઘરે આવતા પહેલાં PSI રવિચન્દ્ર નિનામાએ વડોદરા મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા પત્ની દક્ષાબહેનને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, હાલ હું નારેશ્વર આઉટપોસ્ટમાં છું અને વડોદરા આવવા માટે નીકળી રહ્યો છું.

અજાણી વ્યક્તિએ PSIની પત્નીને જાણ કરી:
આ દરમિયાન બાઇક પર વડોદરા આવી રહેલા PSI રવિચન્દ્ર નિનામાને કરજણ હાઇવે પર માંગલેજ ચોકડી પાસે પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગેની જાણ કોઇ અજાણ્યા વ્યક્તિએ PSIના ફોન ઉપરથી PSIની પત્ની ઉપર રાત્રે 8 વાગ્યાના સુમારે ફોન કરીને જણાવ્યું હતું કે, PSIનો અકસ્માત થયો છે. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેના આધારે તેમના પત્ની ASI દક્ષાબહેન નિનામા સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. તે સાથે તેમના બે સંતાનો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

ખાનગી હોસ્પિટલમાં PSIનું મોત:
આ પછી સયાજી હોસ્પિટલમાં ચાર-પાંચ દિવસ સારવાર અપાવ્યા બાદ PSI રવિચન્દ્ર નિનામાને વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોડી સાંજે મોત નીપજ્યું હતું. PSI રવિચન્દ્ર નિનામાના મોતના સમાચાર વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્રમાં પ્રસરી જતાં ગમગીની ફેલાઇ ગઇ હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *