ગુજરાતમાં આવેલ રાજકોટ શહેરમાંથી હાલમાં એ એવી ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને તમે આશ્વર્યચકિત થઈ જશો. 35 વર્ષીય યુવકે જાતીય આવેગ સંતોષવા માટે ઇંદ્રિયમાં વાયર નાખી જાતીય સંતોષ મેળવવા ઇલેક્ટ્રિક વાયર ઇંદ્રિયમાં નાખ્યો હતો.
જો કે, તે વાયર ઇંદ્રિયમાં ગૂંચવાળો બનીને રહી ગયા પછી યુવકની હાલત કફોડી બની હતી. લઘુશંકા ઉતરવાનું બંધ થઇ જતા અસહ્ય પીડા થતાં યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો તેમજ તબીબે સતત 2 કલાક સર્જરી કરીને કુલ 4 મીટર વાયર ઇંદ્રિયમાંથી બહાર કાઢી તેને પીડામુક્ત કર્યો હતો.
યુરો સર્જન ડો.પ્રતિક અમલાણીએ કહ્યું હતું કે, તેમની હોસ્પિટલમાં 35 વર્ષીય યુવક પરિવાજનો સાથે આવ્યો હતો. તેને લઘુશંકા ન ઉતરતું હોવાનું જણાવ્યું હતું, યુવકની પરિસ્થિતિ ખુબ ગંભીર થતી જતી હતી, તબીબી તપાસ તથા જરૂરી રિપોર્ટ કરાવતા યુવકની ઇંદ્રિયમાં ઇલેક્ટ્રિક વાયર હોવાનું તેમજ આ વાયર ગૂંચળું વળીને ઇંદ્રિયમાં કુલ 10 સેમી ઊંડું હોવાનું જણાઈ આવ્યું હતું, લઘુશંકા ન ઉતરવાની સાથે ઇંદ્રિયમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા.
આટલું જ નહી પણ જો મોડું કરવામાં આવે તો ઇન્ફેક્શન થવાની, નળી બ્લોક થવાની, ઇંદ્રિયની નળી સંકોચાઇ જવાની તેમજ ગેંગરીન થવાની ભીતિ હતી. ગુદામાં બોટલ અથવા તો લાકડી જેવી વસ્તુ નાખવાની અગાઉ અનેક ઘટના બની હતી પરંતુ ઇંદ્રિયમાં કોઇ વસ્તુ નાખીને જાતીય આવેગ સંતોષવાની ઘટના અગાઉ તબીબના ધ્યાનમાં પણ ન હોવાથી તેમણે દેશના ખ્યાતનામ યુરોસર્જનની સાથે વાતચીત કરતાં ઓપરેશન કરવું તેવો અભિપ્રાય મળતા ડો.પ્રતિક અમલાણીએ દર્દીને ઓપરેશન થિયેટરમાં લઇ તાકીદે સર્જરી કરી હતી.
સતત 2 કલાકની સર્જરી પછી તબીબે દર્દીની ઇંદ્રિયમાંથી કુલ 4 મીટર ઇલેક્ટ્રિક વાયર બહાર કાઢ્યો હતો. ડો.અમલાણીએ જણાવ્યું હતું કે, આવા કૃત્યથી લોકોએ દૂર રહેવું જોઇએ, આવું કૃત્ય જીવલેણ બની શકે છે તેમજ જો આવી ભૂલ થઇ જાય તો કોઇપણ શરમ વિના ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle