આજે ‘શહીદ દિન’ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખુબ ગર્વની લાગણી અનુભવાઈ એવી જાણકારી સામે આવી છે. આ જાણકારી રાજ્યમાં આવેલસુરેન્દ્રનગર જીલ્લામાંથી સામે આવી છે. જિલ્લામાંથી આર્મિમાં ફરજ બજાવતી વખતે શહિદ થયેલ જવાનોની શહાદતને સલામ કરવા માટે શહેરના યુવાને નિર્ણય કર્યો છે.
જેને લીધે હેરકટીંગનું સલુન ધરાવતા યુવાને દર વર્ષે 23 માર્ચ શહિદ દિવસ નિમિત્તે સલુનમાં થતી બધી જ આવક શહિદના પરિવારજનોને અર્પણ કરે છે. જેમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન કુલ 50,000 રૂપિયાથી વધુની રકમ એકત્ર કરી શહિદના પરિવારજનોને અર્પણ કરવામાં આવી છે.
મા ભોમની રક્ષા કાજે શહિદી વહોરનાર યુવાનોની માટે કાંઇક કરવાની ભાવના સાથે સુરેન્દ્રનગર યુવાને એક અનોખો સેવાયજ્ઞની શરૂઆત કરી છે. દર વર્ષે 23 માર્ચનો દિવસ શહિદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના 80 ફુટ રોડ પર આવેલ સિબાકા હેર સલુન ધરાવતા નવિનભાઇ જાદવ છેલ્લા 4 વર્ષથી 23 માર્ચના રોજ હેર સલુનમાંથી થતી બધી આવક શહિદ જવાનોના પરિવારજનોને અર્પણ કરે છે.
પહેલાના 3 વર્ષ દરમિયાન નવિનભાઇ તેમજ તેમની ટીમ દ્વારા 50,000 રૂપિયાથી વધુની રકમ એકત્ર કરીને શહિદ જવાનોના પરિવારજનોને રૂબરૂ જઇ અર્પણ કરવામાં આવી છે. આ વર્ષે પણ 23 માર્ચ મંગળવારે હેર સલુનમાં થતી બધી આવક શહિદ જવાનોના પરિવારજનોને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આર્મીમાં જોડવાની ઇચ્છા પુરી ન થઇ તો મદદરૂપ થવાનો વિચાર આવ્યો :
હેર સલુનના માલિક નવીનભાઇ જાદવ જણાવતાં કહે છે કે, બાળપણથી જ મને દેશસેવા અર્થે આર્મિમાં જોડાવાની ઇચ્છા હતી પણ સંજોગોવશાત હું આર્મિમાં જોડાઇ શક્યો નહી. દિન-રાત 24 કલાક આપણી સેવામાં અડીખમ ફરજ બજાવતા આર્મિના જવાનો જે શહિદ થાય છે તેમની માટે કાંઇક કરવાનો વિચાર આવ્યો હતો.
જેથી દર વર્ષે શહિદ દિવસ 23 માર્ચના રોજ એક દિવસમાં સલુનમાં જે કાંઇપણ આવક થાય તે શહિદના પરિવારજનોએ આપવાનો નિર્ણય લીધો હતો તેમજ અત્યાર સુધીમાં 50,000 થી વધુની રકમ એકત્ર કરીને શહિદા પરિવારજનોને અર્પણ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle