વલસાડ (Valsad) માં એક યુવક નશાની હાલતમાં ફ્લેટની બહારના છજા પર બેસી ગયો હતો. આ ઘટના વલસાડના લોકોશેડ પાસે આવેલા સાઈ કૃપા બિલ્ડિંગ માંથી સામે આવી છે. આ યુવક નશાની હાલતમાં નીચે પડે એક હતો તેથી પરિવારજનો અને નીચે ઉભેલા લોકો ચિંતામાં મુકાયા હતા. ત્યાં બાદ ત્યાં મોજુદ લોકોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.
ફાયરબ્રિગેડ અને પોલીસની બે કલાકની મહેનત કર્યા બાદ યુવકને સલામત રીતે નીચે ઉતારી લેવાતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અક ઘટના સાઈ કૃપા એપાર્ટમેન્ટમાં સર્જાય હતી તે વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડમાં હેડ ક્વાર્ટર રોડ પર આવેલો છે. યુવકનું નામ બન્નીસીંગ મીના છે તેને નશો કર્યો હતો અને તેથી તેને પરિવાર સાથે ઝઘડો થયો હતો.
View this post on Instagram
બન્નીસીંગ ગુસ્સામાં પોતાના બાથરૂમની બારીના કાચ ખોલી છજા પર ઉતરીને બેસી ગયો હતો. ત્યાર બાદ બન્નીસીંગ લવારી કરવા લાગ્યો હતો. આ જોઇને ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. નશાની હાલતમાં બન્નીસીંગ છજા પરથી નીચે પડી શકે તેમ હતો. ત્યાર બાદ ફ્લેટની અંદરથી કેટલાક લોકોએ તેને વાતચીતના બહાને ઉભો કરીને હાથ પકડી લીધા હતા. પછી કમરના ભાગે ઓઢણી બાંધી હતી જેથી અકસ્માતે નીચે ન પડે.
સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને કરતા બંને ટીમો ઘટનાસ્થળ પર પહોંચી હતી. એપાર્ટમેન્ટના બીજા માળના છજા પર હોવાના કારણે યુવકને નીચે ઉતારવો મુશ્કેલ કામ હતું. જેથી બન્નીસીંગને ઈજા પણ ન પહોંચે અને સલામત રીતે નીચે ઉતરી જાય તે રીતે ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. બન્નીસીંગના ખભાના ભાગે દોરડું બાંધી નીચે ઉતારવામાં આવ્યો હતો.
લોકોએ પોલીસ અને ફાયરબ્રિગેડને બોલાવ્યા હતા. યુવક બીજા માળના છજા પર હતો અને તેથી તેને નીચે ઉતારવો મુશ્કેલ કામ હતું. પોલીસે અને ફાયરબ્રિગેડે સલામત રીતે નીચે તેને નીચે ઉતારાય તે માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. યુવકને નીચે ઉતારી પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.