રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલ આત્મહત્યાના બનાવો દરમિયાન રાજકોટમાં રહેતા અને ઇમિટેશન નો ધંધો કરનાર યુવકે આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તેઓ ઘરેથી એકટીવા લઇને નીકળ્યા હતા અને બાદમાં પરત આવ્યા ન હતા. ત્યારબાદ તેમની શોધખોળ કરવામાં આવી હતી આ દરમિયાન તેમની લાશ એક તળાવમાંથી મળી આવી હતી. આ ઉપરાંત, તેમની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી હતી જેનાથી આપઘાતનો ખુલાસો થયો હતો.
મળતી માહિતી મુજબ, લાલપરી તળાવમાં એક લાશ તરતી હતી તેની જાણ કોઈએ પોલીસને કરી હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડ સ્થળ પર પહોચતા યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પણ સ્થળ પર જઈને કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. યુવાનના પાકીટમાંથી ડોક્યુમેન્ટના આધારે તેની ઓળખ કરવામાં આવી હતી.
તિરૂપતી બાલાજી પાર્ક-૭માં રહેતા પ્રવિણ સંઘાણી તરીકે તેમની ઓળખ થઇ હતી. જેથી તેમના પરિવારના લોકોને પણ ત્યાં બોલાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી હતી જેમાં લખ્યું હતું કે હું મારા જીવનથી કંટાળી ગયો છું. હવે મને જીવવામાં રસ નથી. મારા પરિવારજનોને કોઇ હેરાન કરતા નહિ.
ઉલ્લેખનીય છે કે, પરિવારજનોએ તેમના ગુમ થાવની ફરિયાદ પણ નોંધાવી હતી. રવિવારે બપોર બાદ પ્રવિણભાઇ ઘરેથી ગયા હતા પણ પરત આવ્યા ન હતા જેની ફરિયાદ નોંધાવી હતી. ત્યાં આજે તળાવમાંથી તેમની લાશ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રવીણભાઈને એક ૮ વર્ષનો દીકરો પણ જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.