નાગડા-જાવરા સ્ટેટ હાઈવે(Nagda-Jawara State Highway) પર એક યુવાનની નવી જિંદગીની ઉજવણીની રાત છેલ્લી રાત સાબિત થઈ હતી. હાઇવે પર એક ઝડપભેર આઇશર ટ્રકે(Eicher truck) બાઇક(Bike) સવાર મિત્રોને ટક્કર મારી હતી. અકસ્માત(Accident)માં પ્રકાશ નગર(Prakash Nagar)નિવાસી કેશવ પ્રતાપ(Keshav Pratap)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મિત્ર રાહુલ જોશી ગંભીર રીતે ઘાયલ થયો હતો.
જાણવા મળ્યું છે કે, કેશવનો ત્રણ વર્ષ પહેલા 22 એપ્રિલની રાત્રે અકસ્માત થયો હતો, જેમાં તે મોતના મુખમાંથી પાછો આવ્યો હતો. આ જ વાતની ઉજવણી કરવા માટે તે 22 એપ્રિલે જ મિત્ર રાહુલ સાથે ફરવા ગયો હતો. પરંતુ, અકસ્માતનો વીડિયો ગઈકાલે સામે આવ્યો છે.
View this post on Instagram
કેશવ એવરફ્રેશની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. શોપ ઓપરેટર કોમલ ઠાકુરે જણાવ્યું કે, કેશવે ગુરુવારે તે બીમાર હોવાનું કહીને રજા લીધી હતી. આ પછી શુક્રવારે આખો દિવસ દુકાન આવ્યો ન હતો. મોડી રાત્રે તેમને અકસ્માતની જાણ થઈ હતી.
મંડી પોલીસ સ્ટેશનના પ્રભારી શ્યામ ચંદ્ર શર્માએ જણાવ્યું કે, બાઇકને ટક્કર માર્યા બાદ ડ્રાઇવરે વાહન રોક્યું ન હતું. અકસ્માતને ઢાંકવા ડ્રાઈવર બાયપાસ રોડ પર આવેલા નખરાલી ઢાબા પર પહોંચ્યો અને ટ્રક પર લાગેલા લોહીના ડાઘા પાણીથી ધોઈ નાખ્યા. આ પછી અન્ય વાહનોની વચ્ચે આઇશર ઉભી રાખી ક્લીનરને કારમાં મુકીને તે ભાગી ગયો હતો. પોલીસે ટ્રક કબજે કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.