હોલિકા દહન(Holika Dahan) પછી એક યુવક ગીત-સંગીતની ધૂનમાં એવી રીતે ડૂબી ગયો હતો કે તે પોતાની જાતને સંભાળી ન શક્યો અને નાચતી વખતે તેણે પોતાની છાતીમાં છરો મારી દીધો. વધારે પ્રમાણમાં લોહી વહી જવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. કહેવાય છે કે, હોલિકા દહન બાદ અહીં લોકો ડીજે પર ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન યુવક તેના મિત્રો સાથે ડાન્સ કરી રહ્યો હતો, તેના હાથમાં છરી હતી અને ડાન્સ કરતી વખતે તેણે તેની છાતી પર છરીના ઘા ઝીંકી દીધા હતા. છરીનો ઊંડો ઘા હતો અને લોહી વહેવા લાગ્યું હતું. યુવકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
ડાન્સ કરતાં કરતાં પોતાને જ ચાકુ મારી દીધું – જુઓ વિડીયો pic.twitter.com/S97SA9xOiE
— Trishul News (@TrishulNews) March 19, 2022
આ ઘટના મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઈન્દોર(Indore) શહેરની છે. બાણગંગા(Banganga) પોલીસ સ્ટેશનના કુશવાહ નગરમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આ પછી લોકો ડીજે પર ડાન્સ કરવા લાગ્યા. દરમિયાન ગોપાલ સોલંકી નામનો યુવક ડાન્સ કરવા લાગ્યો હતો. યુવક ખૂબ જ ઉશ્કેરાઈ ગયો અને તેણે પોતાની જાતને ચાકુ મારી દીધું. ગેપાલની છાતીમાંથી લોહી નીકળતું જોઈને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
તેનું ઘણું લોહી વહી ગયું હતું, તેની હાલત ખુબ જ ગંભીર હતી. હોસ્પિટલમાં લાવતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર તે ફિલ્મી સ્ટાઈલમાં છરી લઈને ડાન્સ કરી રહ્યો હતો. આ ઘટના બાદ લોકોના હોશ ઉડી ગયા હતા અને ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.