હાલમાં લગ્ન પ્રસંગમાં ઇલેક્ટ્રિક લાઇન પર વાયરિંગ કામ કરતા યુવાનનું કરંટ લાગ્યા બાદ 6 ફૂટની ઉંચાઈએથી પટકાતા મોત નીપજ્યું હતું. મૃતક વિશાલ દિલીપ પટેલ અઠવા લાઇન્સ ઓલપાડી મહોલ્લાનો રહેવાસી હતો અને વિધવા માતાનો એકનો એક પુત્ર હતો. અજીબો-ગરીબ અકસ્માત બાદ વિશાલને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ડુમસ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
યુવાનને કરંટ લાગતા લગ્ન પ્રસંગમાં ભાગદોડ
પોલીસે જણાવ્યું હતું કે, વિશાલ દિલીપભાઈ પટેક ઓલપાડી મહોલ્લોનો રહેવાસી હતો. ઇલેક્ટ્રિક વાયરમેનનું કામ કરતો હતો. તે સોમવારે ગવીયર ગામમાં એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. જ્યાં વીજ લાઇનના થાંભલે કીચડમાં સિડી મૂકી ચાલુ વીજ લાઇન પર કામ કરવા જતા ઇલેક્ટ્રિક કરંટ લગતા નીહે પટકાયો હતો. જેને લઈ લગ્ન પ્રસંગમાં ભાગદોડ મચી ગઇ હતી.
ઓપરેશન થિયેટરમાં ગયા બાદ મોતને ભેટ્યો
વધુમાં જાણવા મળ્યું હતું કે, વિશાલને લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો ખાનગી વાહનમાં સારવાર માટે સુરત લાવ્યા હતા. રસ્તે વિશાલ મને કંઈ જ નથી થયું એમ કહેતો હતો. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે પણ વાત કરતો હતો. જોકે ઓપરેશન થિયેટરમાં ગયા બાદ તે મૃત્યુ પામ્યો હતો. વિશાલ તેની વિધવા માતાનો એકનો એક સહારો અને એકનો એક દીકરો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle