વડોદરા(ગુજરાત): આજકાલ વધી રહેલા આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો ચક્ચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં એકતાનગર નજીક 15 દિવસ પહેલા પશ્ચિમ બંગાળથી નોકરી અર્થે વડોદરા આવેલા 25 વર્ષીય યુવાને ટ્રકની પાછળની એન્ગલમાં ટુવાલ વડે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. પરિવારના જણાવ્યા અનુસાર, યુવાને માનસિક બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ પણ ધરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલી એકતાનગર પોલીસ ચોકીની સામેની ગલીમાં રહેતા જલ્લાલુદીન સમીરઅલી મલિક છેલ્લા ઘણા વર્ષોથી વડોદરામાં પરિવાર સાથે વસવાટ કરે છે અને ટ્રાન્સપોર્ટમાં પોતાનો ટ્રક ચલાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.
આ દરમિયાન, પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના બિલ્લોગ્રામ તાલુકના ભૂતા ગામમાં પરિવાર સાથે રહેતા 25 વર્ષીય અઝહરુદીન અબ્દુલ સલીમ શેખને નોકરીની જરૂરિયાત હોવાથી વડોદરા રહેતા બનેવી જલ્લાલુદીનને ત્યાં છેલ્લા 15 દિવસથી રહેવા આવ્યો હતો અને તે શરૂઆતમાં બનેવી સાથે ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
મંગળવારે વહેલી સવારે 25 વર્ષીય અઝહરુદીન અબ્દુલ સલીમ શેખે માનસિક બીમારીથી કંટાળી ટ્રકની પાછળની એન્ગલમાં ટુવાલ વડે ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. જોકે, 25 વર્ષીય અઝહરુદીન અબ્દુલ સલીમ શેખે આત્મહત્યા કરી હોવાની જાણ બનેવી જલ્લાલુદીનને થઇ હતી. જેથી તેણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.