અમરેલીમાં સમાજમાં બદનામીના ડરથી મા દીકરીએ ગળેફાંસો લગાવીને જીવન ટુંકાવી લીધું

રાજ્યમાં કોરોનાકાળ પછી આપઘાતની ઘટનામાં નોંધપાત્ર વધારો થતો હોય એવું જણાઈ રહ્યું છે. આર્થિક તંગી, માનસિક પરેશાની તેમજ અન્ય કોઈ નજીવા કારનોસર અનેક લોકો આપઘાત…

રાજ્યમાં કોરોનાકાળ પછી આપઘાતની ઘટનામાં નોંધપાત્ર વધારો થતો હોય એવું જણાઈ રહ્યું છે. આર્થિક તંગી, માનસિક પરેશાની તેમજ અન્ય કોઈ નજીવા કારનોસર અનેક લોકો આપઘાત કરી રહ્યા છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલાના ધાર ગામમાંથી આવી જ એક કરૂણ ઘટના સામે આવી છે.

આ ઘટનામાં માતા-પુત્રીએ એકસાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મળી રહેલ જાણકારી પ્રમાણે, સાવરકુંડલામાં આવેલ ધાર ગામમાં રહેતા હંસાબેન ખીચડીયા તથા ભુમીબેન ખીચડીયાએ પોતાના ઘરે જ સાડીથી ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવતા આખા ગામમાં ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની જાણ પોલીસને થતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ આ મામલો હાથ પર લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ધાર ગામના રહેવાસી હંસાબેન કાંતિભાઈ ખીચડીયા (52) પોતાની દીકરી ભુમીબેન કાંતિભાઈ ખીચડીયાની (22) સાથે રહેતા હતા.

પરિવાર ખેતી કરીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યો હતો પણ ગત વર્ષ નબળુ ગયું તેમજ ટાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો હોવાથી પરિવાર આર્થિક તંગીમાં આવી ગયો હતો, જેને કારણે માતા-દીકરીએ આપઘાત કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. પ્રાથમિક તપાસમાં મળી રહેલ જાણકારી પ્રમાણે, આપઘાત કરનાર પરિવારમાં દીકરીના લગ્નનો પ્રસંગ નજીક હતો.

આવા સમયે કુદરતી આફતને કારણે આર્થિક સંકડામણમાં પરિવાર આવતા સમાજમાં પ્રસંગને લઈ બદનામીના ડરથી માતા-પુત્રીએ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. આની સાથે જ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *