કોરોનાની બીજી લહેરમાં થયેલા આંશિક લોકડાઉનને કારણે નાના વેપારીઓએ આપઘાત કરી લીધો છે. ત્યારે રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર રાજીવ ગાંધી આવાસમાં રહેતા યુવાને ધંધો ન ચાલતા ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે જઇ યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ શરુ કરી છે.
મળતી માહિતી અનુસાર, સાધુ વાસવાણી રોડ ગંગોત્રી ડેરીની સામે રાજીવ ગાંધી આવાસમાં રહેતા પ્રકાશ કાળુભાઇ ચૌહાણ નામના યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્રણ ભાઇમાં પ્રકાશ વચલો હતો. પ્રકાશ મજૂરી કામ કરી પરિવારને મદદ કરતો હતો.
મોટો ભાઇ પ્રદિપ જયારે સવારે ઉઠ્યો ત્યારે પ્રકાશના રૂમનું બારણુ બંધ હતું. આથી તેને બારણું ખખડાવ્યુ હતું પણ ખુલ્યું નહીં. એટલે મોટાભાઈએ તેની બારીમાંથી જોયું તું તેનો નાનો ભાઇ પ્રકાશ લટકતો હતો. ત્યારબાદ 108ને જાણ કરતા ઇએમટી અરૂણાબેન ચાવડા અને પાયલોટ પુષ્પરાજસિંહ ઝાલા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ઇએમટી અરૂણાબેને પ્રકાશને મૃત જાહેર કર્યો હતો. તેમજ યુનિવર્સિટી પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રકાશે લોકડાઉન બાદ કામધંધો ન ચાલતા આ પગલું ભર્યું પરિવારજનોએ જણાવ્યું હતું.
અગાઉ કણકોટ ગામે વર્ધમાન વિહાર સોસાયટીમાં રહેતા રાજેશ નપુભાઇ મકવાણા નામના યુવાને 8 દિવસ પહેલા ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુકાવ્યું હતું. 108ની તપાસમાં રાજેશને મૃત જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. રાજેશ મજૂરીકામ કરતો હતો. પરંતુ કોરોનાની મહામારીના સમયમાં કામકાજ નહિ મળવાથી આર્થિક રીતે તે ભાંગી પડ્યો હતો. તેની પત્ની અને પુત્રીનું ગુજરાન કેવી રીતે ચલાવશેની ચિંતામાં આ પગલું ભરી લીધુ હોવું તપાસમાં જાણવા મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.