હાલમાં જ વિધાનસભા સત્રમાં (Assembly session) સરકાર દ્વારા દુષ્કર્મના આકડાઓ બહાર પાડવામાં આવ્યા છે. એ રીપોર્ટ અનુસાર છેલ્લા બે વર્ષમાં સૌથી વધારે દુષ્કર્મનો આકડો ધરાવતું શહેર અમદાવાદ (Ahmedabad) નોંધાયું છે. તેમાં 729 બનાવો નોંધાયેલા છે. એટલે કે અમદાવાદમાં દરરોજ સરેરાશ એક બનાવ બની રહ્યો છે. એવામાં ફરીએક વાર અમદાવાદમાંથી જ દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જાહેરમાં યુવતીની છેડતી કરવામાં આવી છે.
યુવતી બહેનપણી સાથે દાબેલી ખાવા જતી હતી:
મળતી માહિતી અનુસાર પીડિતા અમદાવાદના આનંદનગરની રહેવાસી છે. જે યુવતીની છેડતી કરવામાં આવી હતી, તેની માતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી. રીપોર્ટ અનુસાર, ફરિયાદી મહિલા ઘરકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમની દિકરી પણ ઘરકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરે છે.
મહિલાએ પોલીસ ફરિયાદ દરમિયાન જણાવ્યું હતું કે, તે જ્યારે કામના સ્થળે હતી ત્યારે તેમની દીકરીનો ફોન આવ્યો હતો કે તેની સામેના ઘરમાં રહેતા યુવકે તેની છેડતી કરી હતી, જ્યારે તેની બહેનપણી શિવાની સાથે દુકાને દાબેલી ખાવા જતી હતી ત્યારે તે યુવકે તેને રોકીને કહ્યું હતું કે, તું શિવાની સાથે કેમ જાય છે.
પિતરાઈ ભાઈએ ઠપકો આપતાં આરોપીએ ધમકી આપી:
આ દરમિયાન ફરિયાદી મહિલાની દીકરીએ યુવકને કહ્યું હતું કે, અમે ક્યાં જઈએ છીએ એનાથી તેને શું વાંધો છે. શિવાની મારી મિત્ર છે એની સાથે હું ગમે ત્યાં જાવ, કઈ પણ કરું એનાથી તેને શું તકલીફ થાય છે. આટલું કહેવાથી યુવક અચાનક જ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાની દીકરીના છાતીના ભાગે હાથ ફેરવીને માર માર્યો હતો.
દીકરીના ફોન પર વાત જાણીને મહિલા ઘરે આવી હતી. આ વાતની જાણ થતા મહિલાના જેઠના દીકરાએ પણ આરોપી યુવકને ઠપકો આપ્યો હતો, ત્યારે તે યુવકે તેને પણ જોઈ લેવાની ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ નોંધાવી હોવાથી પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.