જુના ફોન બદલી ‘5G ફોન’ લેવાય કે નહિ? ખરીદતા પહેલા વાંચી લેજો આ લેખ

5G…5G…5G… બહુ સંભળાયું છે અને હજુ પણ સંભળાય છે. 5G સ્પેક્ટ્રમની હરાજી આવતા મહિને 26 જુલાઈના રોજ યોજાશે અને પ્રારંભિક તબક્કામાં ભારતના 13 શહેરોમાં 5G…

5G…5G…5G… બહુ સંભળાયું છે અને હજુ પણ સંભળાય છે. 5G સ્પેક્ટ્રમની હરાજી આવતા મહિને 26 જુલાઈના રોજ યોજાશે અને પ્રારંભિક તબક્કામાં ભારતના 13 શહેરોમાં 5G લોન્ચ કરવામાં આવશે. આ શહેરોમાં સફળતા મળ્યા બાદ અન્ય શહેરોને પણ 5G નેટવર્ક મળશે. ભારતના આ 13 શહેરોમાંથી ગુજરાતના ત્રણ શહેરો છે. અમદાવાદ, ગાંધીનગર અને જામનગર.

માની લઈએ કે લોકો 5G ફોન ખરીદવા તરફ ધસી રહ્યા છે. પરંતુ શું ઉતાવળમાં 5G ફોન લેવાય? શું 5G પ્લાન સસ્તા થશે? શું 4G નું કોઈ મૂલ્ય નથી? આ અને આવા અનેક પ્રશ્નો તમારા મનમાં હોઈ શકે છે, ત્યારે અહીં અમે તેનો જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

5G એટલે ફિફ્થ જનરેશન. આ ઇન્ટરનેટ સ્પીડ માટેની ઓળખ છે. અત્યારે આપણે જે 4G ઇન્ટરનેટ વાપરીએ છીએ તેનાથી દસ ગણી સ્પીડ 5Gમાં હશે. અત્યારે ફૂલ એચ.ડી.માં 2GBનું મૂવિ ડાઉનલોડ કરતાં 15-20 મિનિટ જેટલો સમય થાય છે, 5Gમાં આ જ મૂવિ 25 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે. તળપદી ભાષામાં કહીએં તો નેટ ‘ઘાયોઘા’ હાલશે.

જણાવી દઈએ કે, ભારત સરકારનો ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ આ માટેના ફ્રિકવન્સી બેન્ડ અને લાયસન્સ આપશે અને તેની હરાજી થશે. વોડાફોન-આઈડિયા, જિયો, એરટેલ અને કેટલીક ટેલિકોમ કંપનીઓ ભાગ લઈ 5Gના હક્ક ખરીદી લેશે અને આ કંપની 5Gના નવા સીમકાર્ડ બહાર પાડશે. આ સીમકાર્ડ 5G ફોનમાં જ ચાલશે. તમારી પાસે 4G ફોન હોય તો તેમાં 5G સીમ નહીં ચાલે. પણ 5G ફોન હશે તો તેમાં 4G સીમકાર્ડ ચાલશે.

5G ફોન આમ તો એક વર્ષથી માર્કેટમાં મળતા થયા છે. પણ છેલ્લા ચાર મહિનામાં તેની ડિમાન્ડ વધી છે અને છેલ્લા બે મહિનામાં તો 30 ટકાનો ઊછાળો આવ્યો છે. મોબાઈલ શોરૂમના વેપારીઓએ જણાવ્યું હતું કે, 20 હજારથી લઈ 1.25 લાખ રૂપિયા સુધીના 5G ફોન આવે છે. 20 હજારથી નીચેની કીંમતમાં પણ ફોન છે પણ તેમાં ફીચર્સ વધારે નથી.

માનો કે તમે અત્યારે 4G મોબાઈલ ફોન વાપરો છો અને અતિમહત્વનાં કામ અટકતાં હોય કે વાર લાગતી હોય તો 5G ફોન લેવાય. બીજું, તમને છ મહિને અથવા વર્ષે ફોન બદલવાની ટેવ હોય તો હમણાં 5G ન લેવાય. ચારેક વર્ષ સુધી ફોન વાપરવો હોય તો જ 5G ફોન લેવાય. તમામ કંપનીઓ દ્વારા અત્યારે અલગ અલગ 5G ફોનના મોડેલ લોન્ચ કરવામાં આવ્યા છે.

20-25 હજાર રૂપિચાના 5G ફોનમાં બે નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. જેમાં ચાર્જિંગ કેબલ સાથે આવે પણ એડેપ્ટર સાથે નથી આવતું. એ અલગથી લેવું પડે. આ ઉપરાંત, મોબાઈલમાં હેન્ડસ ફ્રી માટે જે મોટી જગ્યા આપવામાં આવે તે પિન ભરાવવાની જગ્યા જ નથી અપાતી. હવે લોકો ફોનને બ્લૂ ટૂથ હેન્ડ્સ ફ્રી સાથે કનેક્ટ કરીને વાપરતા થયા છે એટલે કંપનીઓએ પિનની જગ્યા આપવાનું પણ બંધ કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *