Accident in Rajkot: રાજકોટ (Rajkot) શહેરના આજી ડેમ ચોક (Aji Dam Chowk) નજીક ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત (One died in Accident) નીપજતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ થતા આજી ડેમ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ પાસે ગઢકા ગામે રહેતા 28 વર્ષીય કશ્યપભાઈ પ્રદીપભાઈ પંડયા રાજકોટના નવલનગર નજીક જયંત કે.જી. રોડ પર આવેલ ઔદિચ્ય બ્રાહ્મણ મંદિરમાં સેવા-પૂજા કરતા હતા અને ત્યાં જ રહેતા હતા. ગઈકાલે તેઓ પોતાના ઘરે ગઢકા ગામે આંટો મારવા ગયા હતા. જયાંથી મોડીરાત્રે 12 વાગ્યાની આજુબાજુ બાઈક લઈ રાજકોટ આવવા નીકળ્યા હતા ત્યારે 1 વાગ્યાની આજુબાજુ તેઓ આજી ડેમ ચોકડી નજીક પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવેલ ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા યુવક બાઈક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયો હતો અને યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માત અંગે જાણ થતા આજી ડેમ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોચ્યો હતો અને 108ને જાણ કરતા 108ના ઈએનટીએ યુવકને તપાસી મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી મૃતકના પરિવારને જાણ કરી અજાણ્યા ટ્રકચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લખનીય છે કે, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઈમાં નાનો હોવાનું અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું સામે આવ્યું છે જેણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.