Suicide in Ahmedabad: રાજ્યમાં દિવસેને દિવસે આપઘાત (Suicide)ની ઘટનામાં મોટો ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે ફરી એક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદ (Ahmedabad)ના નવા વાડજ (Suicide in Nava Vadaj) ખાતે રહેતા ગીતાબેન પટેલ કે જેઓ ખાદી ગ્રામ ઉદ્યોગમાં નોકરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. જેઓના પતિ સાથે મનમેળ ના આવવાને કારણે તેમના પતિથી જુદા રહેતા હતા અને છૂટાછેડા લીધેલા હતા. આ દરમિયાન તેમના ભાઈ રમેશભાઈ અને તેમની પત્નીનું મોત થતાં ત્યાર બાદ રમેશભાઈના પુત્ર અને પુત્રીને પોતાની ફોઈ ગીતાબેન તેમના પાસે લાવીને ઉછેર્યા હતા અને ગીતાબેનના ભાઈ રમેશભાઈનો પુત્ર રોહિત ઉર્ફે રાહુલ દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવી રહ્યો હતો.
મળતી માહિતી અનુસાર, નવા વાડજ ખાતે રહેતા ગીતાબેનનો ભત્રીજો રોહિત ઉર્ફે રાહુલ દવાખાને નોકરી કરવા માટે ગયો હતો, પરંતુ દવાખાને ન પહોંચવાને કારણે ગીતાબેન અને તેના સગા સંબંધીઓ દ્વારા અન્ય જગ્યાએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેની કંઈ જ ભાળ ન મળવાને કારણે ગીતાબેન નવા વાડજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને 05/05/2022ના દિવસે જાણવાજોગ નોંધાવી હતી. જ્યાં ગીતાબેન તેમજ અન્ય સંબંધીઓ રોહિત ઉર્ફે રાહુલની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન ગીતાબેનના ભત્રીજાનું બાઈક કડી તાલુકાના રંગપુરડા નર્મદા કેનાલ નજીકથી મળી આવ્યું હતું.
મહત્વનું છે કે, કડી તાલુકાના રંગપુરડા નજીક પસાર થતી નર્મદા કેનાલ નજીકથી રોહિત ઉર્ફે રાહુલનું બાઈક મળી આવવાના સમાચાર મળતા ગીતાબેન સહિત પરિવારજનો રંગપૂરડા નર્મદા કેનાલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં રાહુલની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ રાહુલનો કોઈ જ અતોપતો મળ્યો ન હતો અને રાહુલની લાશ કડી તાલુકાના ખાવડ મુખ્ય નર્મદા કેનાલમાંથી મળી આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાહુલની લાશ ખાવડ નજીક પસાર થઇ રહેલી નર્મદા કેનાલમાંથી મળી આવતા પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા અને બાવલું પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. આ ઘટનાને લઇ બાવલું પોલીસ દોડી આવી હતી અને રાહુલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
પોલીસને મળી આવેલી સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું હતું કે, “મારા મરવા પાછળ આ છ વ્યક્તિ જવાબદાર છે. માયા પાટીદાર, પ્રિયા પાટીદાર, નિતીન કનોજીયા, યજ્ઞેશ કનોજીયા, મિહિર ચૌહાણ, જીયા ચૌહાણ આ લોકો મને સોસાયટીની બહાર ટોર્ચર અને મારી નાખવાની ધમકી આપતા હતા. આ લોકોએ મારી પર ખોટો કેસ કરવા તો આમાં મારી ફેમિલી કે મારા ફ્રેન્ડનો કોઈ જ વાંક નથી” જેવું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.