Surat murder case: સંસારમાં લોકો નાની નાની બાબતે લડી પડે છે. ઘણી વખત વેર લેતા પણ અચકાતા નથી. સુરતના પલસાણામાં બે દિવસ જ પહેલા શેરડીના ખેતરમાંથી એક યુવકની હત્યા કરાયેલી લાશ (Surat murder case) મળી હતી. જેનો હત્યારો આરોપી સની પટેલ પોલીસની પકડમાં આવી ગયો છે. તપાસમાં સામે આવ્યુ છે કે.. સાવ સામાન્ય બાબતે હત્યારાએ વીજ કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા ગૌરાંગ ઉર્ફે લાલુ માંહ્યવંશીની હત્યા કરી દીધી હતી.
પથ્થરમારી કરાઈ કરપીણ હત્યા
પલસાણા તાલુકાના ભૂતપોર ગામે બે દિવસ પહેલા જ ખેતર માંથી યુવકની કરપીણ રીતે હત્યા કરાયેલો મૃતદેહ ત્યાંથી મળી આવ્યો હતો , હત્યારા એ ક્રુરતાની હદ વતાવતો હોઈ એમ પથ્થરની મદદથી યુવકનું માથું છૂંદી નાખ્યું હતું. સાથે સાથે તેની બંને આંખો પણ ફોડી નાખી હતી. ખેતરના મલિક ખેતર જતા યુવકનો મૃતદેહ જોતા તેને પોલીસને પણ જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસમાં મૃતક ભૂતપોર ગામનો અને વીજ કંપનીમાં વોચમેન તરીકે પોતાની ફરજ બજાવતા ગૌરાંગ ઉર્ફે લાલુ માંહ્યવંશી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઇ મૃતદેહને પોસ્ત્મોર્ત્મ માટે મોકલી દેવામાં આવ્યો હતો અને હત્યારાને પકડવા માટે કાર્યવાહી શરુ કરી દીધી હતી.
સુરત પલસાણામાંથી મળેલી લાશની ઓળખ
ઘટનાના દિવસે હત્યારો ચાલતો ચાલતો જઈ રહ્યો હતો. તે દરમિયાન મૃતક હત્યારા પાસેથી બાઇક લઈ હત્યારા પાસેથી કટ મારીને નીકળ્યો હતો. હત્યારાએ મૃતકની પાછળ પાછળ પણ ગયો હતો, મૃતક જ્યારે રોડ નજીક ખેતરમાં એક ઓરડી પાસે આવેલા કુવા પાસે બેઠો હતો. તે દરમ્યાન હત્યારો ત્યાં પહોંચી ગયો હતો અને મૃતકને તું ગામનો મોટો ડોન થઈ ગયો છે કહી મોટો પથ્થર માથામાં મારી દીધો હતો. ત્યારપછી પથ્થરના અનેક ઘા મારી મૃતકની બંને આંખો પણ ફોડી નાખી હતી અને મૃતકના મૃતદેહને ખેતર સંતાડી મૃતકનું બાઇક પણ નજીકના ખેતરમાં સંતાડી મૃતકનો મોબાઈલ લઇ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.
હત્યારો આરોપી યુવકની પોલીસે કરી ધરપકડ
સની પટેલ અને મૃતક ગૌરાંગ માંહ્યવંશી બંને એકજ ગામના રહેવાસી હતા, થોડા દિવસ પહેલા સની પટેલ અને તેની માતાની મૃતક ગૌરાંગ માંહ્યવંશી સાથે કોઈક બાબતને લઇ સામાન્ય બોલાચાલી પણ થઈ હતી અને જેની અદાવત રાખી સની પટેલે ગૌરાંગ માંહ્યવંશીનું ઢીમ ઢાળી દીધું હતું. જોકે પોલીસ દ્વારા સઘન તપાસ કરતા સની પટેલ પોલીસના હાથે પણ આવી ગયો અને પોલીસની પૂછપરછમાં હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી લીધું હતું. પોલીસે હત્યારા સની પટેલની ધરપકડ કરી સની પાસેથી મૃતકનો મોબાઈલ પણ લઈ લીધો છે. હત્યા માટે વાપરવામાં આવેલો પથ્થર પણ પોલીસે કબજે લીધો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube