Zomato delivery boy riding a horse to deliver food: તમે કોઈ પણ કંપનીના ડિલિવરી બોયને સાઈકલ કે મોટરસાઈકલ અથવા વધુમાં વધુ કોઈપણ વેનમાં આવતા જોયા જ હશે.ત્યારે હૈદરાબાદમાં ઝોમાટોનો ડિલિવરી પાર્ટનર ઘોડા પર બેસીને ભોજનની ડિલિવરી કરવા ગયો હતો. બેગ ખભા પર મૂકીને તે નીકળી ગયો. લોકો આ વીડિયોને વારંવાર શેર કરી રહ્યા છે કારણ કે લોકોએ ક્યારેય કોઈ ડિલિવરી બોયને ઘોડા( Zomato delivery boy riding a horse to deliver food ) પરથી જતા જોયો નથી.તેમજ આ ઝોમેટો ડિલિવરી એજન્ટે હૈદરાબાદના ચંચલગુડા વિસ્તારમાં ઇંધણની કટોકટીનો ઉકેલ શોધી કાઢ્યો છે.ઓઇલ ટેન્કરના ડીલરોની હડતાળને કારણે પેટ્રોલ પંપ બંધ હોવાથી ઝોમેટો ડિલિવરી સ્ટાફના યુવકે ગ્રાહકોને સમયસર ફૂડ ઓર્ડર પહોંચાડવા માટે ઘોડા પર સવારી કરવાનું નક્કી કર્યું.જેનો વિડીયો પણ હાલમાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.
ડિલિવરી એજન્ટએ લોકોનું ધ્યાન ખેંચ્યું
ઇમ્પિરિયલ હોટલ પાસે ભીડવાળા રસ્તા પર ઘોડા પર સવાર એક ડિલિવરી એજન્ટએ લોકોનું ધ્યાન ખેંચ્યું અને ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો. Zomatoના નામ વાળી લાલ બેકપેક પહેરેલા એજન્ટનો વીડિયો લોકો દ્વારા ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે.આ બનવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ટ્રક ડ્રાઈવરો દ્વારા આયોજિત ટ્રાન્સપોર્ટ હડતાલને કારણે પેટ્રોલ પંપ લાંબી કતારો જોવા મળી હતી આથી આ ડિલિવરી બોયએ ઘોડા પર સવાર થઇ ડિલિવરી કરવા જવાનું નક્કી કર્યું હશે.ઓનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના કારણે લોકોને ઘણી સગવડ મળી છે.ત્યારે આ ડિલિવરી બોયનો વિડીયો જોઈ લોકોમાં એક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેને લગભગ 14 હજાર વાર જોવામાં આવી ચુક્યું છે. ઘણા લોકો આ અંગે પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
When petrol bunks ran out of fuel in #Hyderabad, @zomato delivery arrived on horseback … at Chanchalguda, next to Imperial Hotel… after long, long queues & closure of petrol pumps as a fallout of #TruckersStrike over #NewLaw on hit-and-run accidents @ndtv @ndtvindia pic.twitter.com/bYLT5BuvQh
— Uma Sudhir (@umasudhir) January 3, 2024
ઘોડાની ડિલિવરીનો આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે
વીડિયોમાં જોઈ શકાય છે કે સાંજનો સમય છે અને આ ડિલિવરી બોય ઝોમાટોનું સિગ્નેચર પોતાના ખભા પર લટકાવી ફૂડની ડિલિવરી કરવા માટે પહોંચે છે .ઘોડાની ડિલિવરીનો આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે કારણ કે ઘોડો રાખવો સરળ નથી. પ્રથમ, ઘોડો મોંઘો છે, અને તે પછી તેના જાળવણી માટે ઘણો ખર્ચ કરવામાં આવે છે. સામાન્ય રીતે એક ઘોડાની જાળવણી માટે દર મહિને 25-30 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. આ જ કારણ છે કે ઘોડાની ડિલિવરીનો વીડિયો જોનારા તેને રોયલ ડિલિવરી કહી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube