NCC ની 75 ઝાંબાજ દીકરીઓ સાયકલ પર કન્યાકુમારીથી દિલ્હી જવા નીકળી, સુરતમાં પહોંચતા સન્માન

Cyclothon Competition: આઝાદીના અમૃત્તકાળમાં એનસીસી કેડેટસ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગત આઠમી ડીસેમ્બરે કન્યાકુમારીમાં ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા સાયક્લોથોનને ફ્લેગઓફ કરવામાં આવી હતી. ત્યારે એનસીસી દ્વારા યોજાયેલી 75 અઝાદી કા અમૃત મહોત્સવ મેગા સાયકલોથોન( Cyclothon Competition )ના આયોજનમાં કન્યાકુમારીથી દિલ્હી સુધીની લાંબી સાયક્લોથોનમાં સુરતની છ દીકરીઓ જોડાઈ છે અને આ દીકરીઓએ સુરતનું નામ રોશન કર્યું છે.

કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાયકલ રેલીનું આયોજન
આઝાદીના અમૃત્તકાળમાં એનસીસી કેડેટસ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાયકલ રેલીનું આયોજન કરાયું છે. ગત આઠમી ડીસેમ્બરે કન્યાકુમારીમાં ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા સાયક્લોથોનને ફ્લેગઓફ કરવામાં આવી હતી. જે દક્ષિણના રાજ્યોમાંથી પસાર થઈ સુરત આવી પહોંચી છે.ત્યારે સુરતમાં મેગા સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં એનસીસી કેડેટસ, ઈન્ટરનેશનલ ટ્રાયથલીટ મિસ પૂજા ચૌરૂષી, હીરાઉધોગકાર અને આઇડીઆઇ(ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટ)ના ચેરમેન દિનેશભાઈ નાવડિયા સહિત એનસીસીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

મેગા સાયક્લોથોનને મહિલાશક્તિ કા અભેદ સફર નામ આપવામાં આવ્યું
આઝાદીના અમૃત્તકાળમાં નવા ઉભરતા ભારતના નિર્માણમાં સહુ કોઈનો ફાળો છે. વિશ્વની ટોપની ત્રણ આર્થિક મહાસત્તામાં સામેલ થવા ભારત દેશ ઝડપભેર આગળ વધી રહ્યો છે ત્યારે નેશનલ કેડેટ કોપર્સ(એનસીસી)નું વિશેષ યોગદાન છે. એનસીસી વિધાર્થીઓનું ઘડતર કરી વિકાસની દિશામાં પોતાનું યોગદાન આપે છે. વિકાસ અને પરિવર્તનનો આ સંદેશ વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા એનસીસી દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

મેગા સાયક્લોથોનને મહિલાશક્તિ કા અભેદ સફર નામ આપવામાં આવ્યું છે. ગત 8મી ડીસેમ્બરે કન્યાકુમારીથી આ યાત્રા નીકળી હતી. જે સુરત આવી પહોંચી હતી. ગુજરાત ડાયરેક્ટોરેટ દ્વારા આયોજિત કન્યાકુમારીથી દિલ્હી સુધીની યાત્રામાં સુરતની છ દિકરીઓએ પણ ભાગ લીધો છે. આ યાત્રા કન્યાકુમારીથી કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ-દીવ, ગુજરાત અને હરિયાણા થઈને આગામી 28 મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રેલીને ફ્લેગઓફ કરાશે.

નસમૂહમાં જાગૃત્તા સાથે દેશના વિકાસ અને વૃદ્ધિનો સંદેશો આપી રહી છે
કન્યાકુમારીથી શરૂ થયેલી વિશેષતા છે કે મેગા સાયક્લોથોનની 32 દિવસની લાંબી મુસાફરીમાં સાયકલ સવાર દિવસની એવરેજ 97 કિલોમીટર સાયકલ ચલાવે છે. રેલી પૂર્ણ થતાં સાયકલ સવાર કુલ 3232 કિલોમીટર સાયકલ ચલાવી માર્ગમાં આવતા જનસમૂહમાં જાગૃત્તા સાથે દેશના વિકાસ અને વૃદ્ધિનો સંદેશો આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *