આ 5 કેપ્ટન એશિયા કપમાં સૌથી વધુ મેચ જીત્યા, એક ભારતીય કેપ્ટનનો આ યાદીમાં સમાવેશ

ભારતે સૌથી વધુ 7 વખત એશિયા કપ (Asia Cup 2022) નો ખિતાબ જીત્યો છે. શ્રીલંકાની ટીમ પાંચ વખત અને પાકિસ્તાન માત્ર 2 વખત મેચ જીતવામાં…

ભારતે સૌથી વધુ 7 વખત એશિયા કપ (Asia Cup 2022) નો ખિતાબ જીત્યો છે. શ્રીલંકાની ટીમ પાંચ વખત અને પાકિસ્તાન માત્ર 2 વખત મેચ જીતવામાં સફળ રહી છે. આજે અમારા રિપોર્ટમાં અમે તમને એશિયા કપમાં સૌથી વધુ મેચ જીતનાર પાંચ કેપ્ટન વિશે જણાવીશું. તેમાં એક મજબૂત ભારતીય કેપ્ટનનો સમાવેશ થાય છે.

એમએસ ધોની :
ભારતના કરિશ્માઈ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એશિયા કપમાં સૌથી વધુ મેચ જીતી છે. તેમની કપ્તાનીમાં ભારતે 2010 અને 2016માં એશિયા કપ જીત્યો હતો. ધોનીએ એશિયા કપની 19 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં ભારતીય ટીમે 14માં જીત મેળવી છે.

અર્જુન રણતુંગા :
શ્રીલંકાના અર્જુન રણતુંગા એશિયા કપમાં સૌથી વધુ મેચ જીતનાર બીજા કેપ્ટન છે. તેણે એશિયા કપની 13 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં શ્રીલંકાની ટીમ 9માં જીતી છે.

મશરફે મોર્તઝા :
બાંગ્લાદેશ એક પણ વખત એશિયા કપનો ખિતાબ જીતી શક્યું નથી, પરંતુ તે ચોક્કસપણે તેની ફાઇનલમાં પહોંચી ગયું છે. મુર્શાફે મોર્તઝાએ એશિયા કપની 11 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં બાંગ્લાદેશે 6 મેચ જીતી છે.

મહેલા જયવર્દને :
મહેલા જયવર્દને તેની તોફાની બેટિંગ માટે પ્રખ્યાત છે. તેણે એશિયા કપમાં 10 મેચમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં શ્રીલંકાની ટીમે 6માં જીત મેળવી છે.

મિસ્બાહ-ઉલ-હક :
સ્બાહ-ઉલ-હકની ગણતરી પાકિસ્તાનના સફળ બેટ્સમેનોમાં થાય છે. તેણે પાકિસ્તાની ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી હતી. મિસ્બાહે એશિયા કપમાં 10 મેચમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશિપ કરી હતી, જેમાંથી 7 મેચ જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *