માતાને ચાર ધામની યાત્રા કરાવવા દીકરાએ નોકરી છોડીને સ્કૂટર ઉપર 56,000 કિલોમીટર ફેરવીને કરાવી યાત્રા

આજના જમાનામાં એવા કેટલાક કિસ્સાઓ પણ જોવા મળતા હોય છે જેમાં દીકરાઓ તેમની માતા પિતાની સેવા કરવાને બદલે ઘરેથી વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે. પણ હાલના સમયમાં શ્રવણ જેવો પુત્ર માળો ઘણો મુશ્કેલ છે.  ત્યારે કર્ણાટકના મૈસુરમાંથી એક ગર્વભરી ઘટના સામે આવી છે.

કર્ણાટકના મૈસુરમાં રહેતા એક 40 વર્ષના કૃષ્ણ કુમારે તેની 70 વર્ષની માતાને સ્કૂટર ઉપર બેસાડીને બધા જ તીર્થસ્થળોના દર્શન કરવા લઇ ગયા હતા. આ યાત્રા પુરી કરતા તેઓનો લગભગ ૩ વર્ષનો સમય લાગ્યો હતો. તેઓએ બજાજના વર્ષ 2000 મોડેલનું સ્કૂટર પર આ બધા તીર્થ સ્થળોએ ગયા હતા. તેઓએ સ્કૂટર ઉપર 56,522 કિમીથી પણ વધારે મુસાફરી કરી છે.

કૃષ્ણાનું કહેવું છે કે, તેઓને આ સ્કૂટર વર્ષ 2001માં તેમના પિતાએ ગીફ્ટ આપી હતી અને વર્ષ 2015 માં તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું હતું. તે જ વખતે તેણે નક્કી કર્યું હતું કે, તે, તેની માતા અને તેના પિતાની આત્મા આ સ્કૂટર ઉપરના બધા જ તીર્થસ્થાનો પર જશે. કૃષ્ણના માતાનું કહેવું છે કે, આ યાત્રા દરમિયાન મારી તબિયત સારી જ હતી. આ યાત્રા વખતે મારા દીકરાએ મારી તકેદારી રાખી હતી.

ક્રિષ્નાએ તેની માતાને તેમના પિતાના આપેલા સ્કૂટર ઉપર તીર્થયાત્રા કરાવવા માટે બેંગ્લોરની એક ખાનગી કંપની નોકરી પણ છોડી હતી. તેઓએ આ યાત્રા 16 જાન્યુઆરી 2018 એ ચાલુ કરી હતી. 56 હજાર કિલોમીટરથી પણ વધારે યાત્રા કરવા માટે તેઓને 2 વર્ષ 9 મહિનાનો સમય લાગ્યો હતો. આ સમયમાં કૃષ્ણએ માતાને લઈને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના બધા જ તીર્થ સ્થળોએ ગયો હતો. આ યાત્રા કરાવીને કૃષ્ણે તેમનું આખું જીવન પોતાની માતાને અર્પણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *