કોરોનાની મહામારીમાં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કતારગામ અને વરાછા સહિત સુરત શહેરમાં અલગ-અલગ ઘણી બધી જગ્યાઓ ઉપર કોવીડ કેર આઇસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દર્દીઓને ચા-નાસ્તો ભોજન જેવી પ્રાથમિક જરૂરિયાત ની સુવિધાઓ ઉપરાંત ઓક્સિજનયુક્ત સંપૂર્ણ સુવિધાઓ આપવામાં આવી રહી છે.
આમ આદમી પાર્ટીના આ કોવિડ કેર સેન્ટરોમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ પણ સતત કાર્યરત રહેતી હોય છે જેને પરિણામે દર્દીઓની હાલતમાં દિનપ્રતિદિન સુધારો આવે છે અને દર્દીઓ ઝડપથી સાજા થઈ પોતાના ઘરે પાછા ફરે છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રમાં પણ આઇસોલેશન કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટી દ્વારા સામાજિક સંસ્થાના સહયોગથી ગારીયાધારમાં ૧૦૦ ઓક્સિજન બેડ આઈસોલેશન સેન્ટર આવતીકાલે શરૂ કરવામાં આવશે. ગારીયાધાર શ્રી એમ.ડી.પટેલ માધ્યમિક શાળા સંકુલમાં તા.૦૬/૦૫/૨૦૨૧, ગુરૂવાર સવારે ૯:૦૦ કલાકે આઈસોલેશન સેન્ટર કાર્યરત થશે.
આમ આદમી પાર્ટી દ્વારા સંચાલિત તથા શ્રી સુધીર બી.વાઘાણી ટ્રસ્ટના સહયોગથી ઓક્સિજનયુક્ત ૧૦૦ બેડ કોવિડ આઈસોલેશન સેન્ટર ગારીયાધારમાં કાર્યરત કરવામાં આવ્યું..
સૌ જરૂરિયાતમંદ વ્યક્તિઓ આ સુવિધાનો લાભ લે એવી અપેક્ષા અને વિનંતી છે.#CoronaPandemic #IndiaFightsCOVID19 pic.twitter.com/QyG7AqwG7w
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 6, 2021
આ સેન્ટરમાં ઓક્સિજન સુવિધા સાથેના ૧૦૦ બેડ, દર્દીને દવા, ડૉકટર કન્સલ્ટેશન, જમવાનું, પેથોલોજી રિપોર્ટ્સ, એમ્બ્યુલન્સ, ફ્રુટની સુવિધા સાથે એકદમ નૈસર્ગીક વાતાવરણમાં અમુલ્ય સેવાનો લાભ વિનામુલ્યે અને નાત/જાત ભેદભાવ વગર આપવામાં આવશે.
આમ આદમી પાર્ટી સંચાલિત અને ગારીયાધારના સામાજિક અગ્રણી એવા શ્રી સુધીરભાઈ બી.વાઘાણી ચેરીટેબલ ટ્રસ્ટના સંપુર્ણ સહયોગથી આ કોવિડ-આઈસોલેશન વોર્ડ શરૂ થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી આમ જનતાની સેવામાં અવિરત કાર્યરત.
આમ આદમી પાર્ટી દ્વારા સંચાલિત તથા સુધીર બી.વાઘાણી ટ્રસ્ટના સહયોગથી ઓક્સિજનયુક્ત ૧૦૦ બેડ કોવિડ આઈસોલેશન સેન્ટર ગારીયાધારમાં કાર્યરત કરવામાં આવ્યું છે. આ આઈસોલેશન સેન્ટરમાં ઓક્સિજન, દવા, ડૉકટર, જમવાનું, લેબ રિપોર્ટ, એમ્બ્યુલન્સ વગેરે તમામ સુવિધાઓ નિઃશુલ્ક પુરી પાડવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના તમામ વર્ગના લોકોને ઘર આંગણે અને નિઃશુલ્ક સારવાર મળી રહે તેવો આમ આદમી પાર્ટી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આજરોજ ગારીયાધારમાં આમ આદમી પાર્ટી સંચાલિત અને શ્રી સુધીરભાઈ વાઘાણી ટ્રસ્ટ પ્રેરિત કોવિડ આઇસોલેશન સેન્ટરની શરૂઆત થઈ. pic.twitter.com/YAh9hQim04
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 6, 2021
અત્રે ઉલેખનીય છે કે, ગુજરાતમાં કોરોના ના કારણે પરિણામે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ભાજપની રૂપાણી સરકાર લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં ક્યાંકને ક્યાંક નિષ્ફળ નીવડી છે. સરકારની નિષ્ફળતા તેમ જ આયોજનના અભાવને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સૌપ્રથમ સુરતમાં isolation કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા હતા. જેમાં જબરજસ્ત લોકોનો પ્રતિસાદ સાંપડયો હતો અને અનેક લોકોએ આ સેન્ટરો માંથી સારવાર લઇ ને સાજા થયા હતા .ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ isolation કોવિડ કેર સેન્ટર આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાતાં જરૂરિયાત મંદ લોકો ને ઉત્તમ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.