આમ આદમી પાર્ટીની ગુજરાત ટીમ થઈ જાહેર- જાણો ક્યાં નેતાઓને મળ્યું ટીમમાં સ્થાન

ગુજરાત(Gujarat): છેલ્લા ઘણા સમયથી પરિવર્તન યાત્રા(Parivartan Yatra) મારફતે જનાધાર અને સભ્ય સંખ્યા વધારવાના આમ આદમી પાર્ટી(AAP)ના પ્રયાસ સફળ થતા અંતે સમગ્ર સંગઠનને નવું સ્વરૂપ આપવું પડે તેવી સ્થિતિ સર્જાણી હતી. ત્યારે આવા સંજોગોમાં આગામી બે થી ચાર દિવસમાં નવું સંગઠન જાહેર થઇ જશે તેવું આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા(Gopal Italia) અને ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ જણાવ્યું હતું ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાતનું નવું સંગઠન(AAP Gujarat new organization) જાહેર કરી દેવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી સંદીપ પાઠકે નવું માળખું જાહેર કરતા કહ્યું કે, નાગરિકો આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે જોઈ રહ્યાં છે.

નવા માળખામાં ઈસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુનો રાષ્ટ્રીય સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈસુદાન ગઢવીને નેશનલ સેક્રેટરી બનાવાયા છે, તો ઇન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

નવા સંગઠન માળખામાં 850માં જેટલા લોકોનો સમાવેશ:
આમ આદમી પાર્ટીના ગુજરાતના નવા સંગઠન માળખામાં 850 જેટલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક વિધાનસભા વિસ્તારમાં 4 લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. દરેક ગામ મુજબ 11 લોકોની ટીમ બનાવવામાં આવી છે. હજુ આમ આદમી પાર્ટીના સંગઠનની બીજી બે યાદીઓ બની રહી છે. પ્રભારી સંદીપ પાઠકે કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આવનારા સમયમાં મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરવામાં આવશે.

નવા સંગઠનમાં ચાર ઉપાધ્યક્ષની કરાઈ જાહેરાત:
આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા સંગઠનમાં ચાર પ્રદેશ ઉપાધ્યક્ષના નામોની જાહેરાત કરી છે. જગમાલ વાળા, સાગર રબારી, રીનાબેન રાવલ, અને અર્જુન રાઠવાને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

અલગ-અલગ સેલ, વિંગ અને મોરચાના અધ્યક્ષની કરાઈ જાહેરાત:
આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા સંગઠનમાં જીતેન્દ્ર ઉપાધ્યાયને એજ્યુકેશન સેલના અધ્યક્ષ, બિપિન ગામેતીને બિરસા મુંડા મોરચાના અધ્યક્ષ, વેમા ચૌધરીને સહકારી વિંગના અધ્યક્ષ, મહેશ કોલસાવાળાને જયભીમ મોરચાના અધ્યક્ષ, રજુ કરાપડાને કિસાન વિંગના અધ્યક્ષ, પ્રણવ ઠક્કરને લીગલ વિંગના અધ્યક્ષ અને આરીફ અંસારીને સ્પોર્ટ્સ વિંગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

ગુલાબસિંહ યાદવે જાણો શું કહ્યું?
પ્રભારી ગુલાબસિંહ યાદવે જણાવતા કહ્યું હતું કે, તમામને અભિનંદન પાઠવું છું. અલગ અલગ સેલના પ્રમુખો અને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં કામ કરવાનો અનુભવ કર્યા પછી અને સંદીપ પાઠક આવ્યા બાદ હવે ગુજરાતની ચૂંટણીનો જંગ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોવા મળશે અને ચૂંટણી પરિણામો પણ ચોંકાવનારા હશે.

ઇસુદાન ગઢવીએ જાણો શું કહ્યું?
ઇસુદાન ગઢવીએ જણાવતા કહ્યું હતું કે, આવનારી વિધાનસભા ચૂંટણીને લઈ લિસ્ટ બનાવવામાં આવ્યું છે. 850 જેટલા હોદ્દેદારોને અભિનંદન પાઠવું છું. પાર્ટીનું સંગઠન વિધાનસભા અને લોકસભા મુજબ બનાવવામાં આવ્યું છે. એક વિધાનસભામાં ચાર સંગઠન મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *