સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં મહિલા અને યુવતીઓ હુમલા, છેડતી કે પછી બળાત્કારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ દરમિયાન, સુરત(Surat) જિલ્લાના કામરેજ(Kamaraj)માં આવેલા પાસોદરા(Pasodra) ગામમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમી દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ યુવકે પણ ઝેરી દવા પી લીધી હતી અને પોતાના હાથની નશ પણ કાપી નાંખી હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઇને કામરેજ પોલીસ(Kamaraj Police) દ્વારા હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, આ ઘટના બાદ વિપક્ષ દ્વારા પણ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ફેસબૂક પર એક પોસ્ટ શેર કરીને ગુજરાત સરકાર વિશે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના રાજમાં હત્યારાઓ, ગુંડાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે. સીધા-સાદા માણસો સિવાય કોઈને પણ પોલીસ, કાયદો કે અદાલતની બીક રહી નથી. નવીનવાઈના ગૃહમંત્રી બનેલા હ(ર્ષ)ત્યારા સંઘવી હિરોગીરી કરવામાંથી નવરા નથી પડતા…
ઇટાલિયાએ લખ્યું કે, હ(ર્ષ)ત્યારા સંઘવી પરાક્રમમાં વ્યસ્ત છે, બદમાશો ગુંડાગીરીમાં વ્યસ્ત છે. દરરોજ હત્યા, બળાત્કાર, લૂંટ, અપહરણ, ચોરી, વ્યાજખોરી વગેરે જેવા સમાચારોથી હેડલાઈન્સ મળે છે. ગરીબ લોકો આ મોંઘવારીમાં ઘરના ચારે છેડા ઢાંકીને પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરવામાં વ્યસ્ત છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પેજ પ્રમુખનું મજબૂત સંગઠન બનાવીને 182 બેઠકોનો લક્ષ્યાંક હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઇટાલિયાએ લખ્યું છે કે, કહેવાતા રોબોટ મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ અધ્યક્ષના આદેશ મુજબ હાજી હાજી કરવામાં વ્યસ્ત છે. નવીનવાઈના તત્કાલિન ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસને ગાળો આપવા, વિપક્ષી નેતાઓ અને હોદ્દેદારોને ડરાવવા, ખોટા આક્ષેપો કરવા, વિપક્ષો પર યેનકેન પ્રકારે દબાણ કરીને તેમને ભાજપ સાથે જોડવામાં તેમજ મીડિયામાં હીરોગીરી કરવામાં વ્યસ્ત છે.
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, નવી વહુ જેવા મંત્રીઓ આગામી ટર્મમાં મંત્રી નહીં બને, તેથી હવે માત્ર એક વર્ષ બાકી છે ત્યારે તેઓ શક્ય તેટલું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ‘નો રિપીટ થિયરી’ના કારણે ભાજપના ધારાસભ્યો ટિકિટ ગુમાવી શકે છે તેવા ડરથી પ્રદેશ પ્રમુખને પ્રિય બનાવવા માટે તેમના મતવિસ્તારમાંથી દાન એકત્રિત કરવામાં વ્યસ્ત છે.
કેટલાક ભ્રષ્ટ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અરજીઓની હેરફેર કરવામાં અને તેમના વિસ્તારમાં ટકાવારીની માંગણી કરવામાં વ્યસ્ત છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ભાજપના નેતા, ધારાસભ્ય કે કોર્પોરેટરના આદેશને અનુસરીને તેમના વિસ્તારના બે નંબરના કામોના હપ્તા વસૂલવા અને સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ વિરુદ્ધ લખવા કે બોલવા જેવા વધારાના કામમાં વ્યસ્ત છે.
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, ભાજપના પ્રવક્તા ટીવી ડિબેટમાં બૂમો પાડી રહ્યા છે અને માથું હલાવી રહ્યા છે. ટૂંકમાં, દરેક પોતપોતાની રીતે વ્યસ્ત છે. તેથી જ ભાજપના શાસનમાં ગુંડાઓ, લૂંટારાઓ, ટપોરીઓ, ડબલ ડીલરો, ઠગ, વ્યાજખોરો, ભ્રષ્ટાચારીઓ, ગુંડાઓ, ખંડણીખોરો, કાગળ ચોરો, બળાત્કારીઓ અને માફિયાઓ ભાજપના ભ્રષ્ટ નેતાઓની મદદથી ગુનાઓ આચરવામાં મસ્ત છે. હિરોગીરી કરનાર ગૃહમંત્રી હ(ર્ષ)ત્યારા સંઘવી રાજીનામું આપે..
ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર હત્યારા ફેનિલની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે અને તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ ઘટનાની જાણ થતાં તેમણે ગ્રીષ્માના પરિવારજનો સાથે ફોન પર વાત કરી હતી અને આ મામલે યોગ્ય તપાસની ખાતરી પણ આપી હતી. બીજી બાજુ ઘટના બાદ પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા મૃતકના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામાં ગ્રીષ્માના પરિવારજનો દ્વારા પણ હત્યારા સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.