જોબવર્ક કરી ઘર ચલાવતા પિતાની દીકરી લાવી ગુજરાત બોર્ડમાં પહેલો નંબર

ગુજરાત(Gujarat): ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ(GSEB Gujarat Board 12 Result)નું પરિણામ આજે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ…

ગુજરાત(Gujarat): ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ(GSEB Gujarat Board 12 Result)નું પરિણામ આજે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે 86.91% પરિણામ આવ્યું છે. ત્યારે રાજકોટ(Rajkot)માં નાના કારખાનામાં જોબ કરી ઘરનું ગુજરાન ચલાવતા પિતાની પુત્રી કૃપાલી પાનસૂરિયા(Krupali Pansuriya)એ ધોરણ 12 આજરોજ જાહેર થયેલા પરિણામ મુજબ 99.99 PR મેળવ્યા છે. 

કૃપાલી પાનસૂરિયાએ ત્રિશુલ ન્યુઝની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારે 99.99 PR આવ્યા છે અને મારા પપ્પા નાના કારખાનામાં જોબ તરીકેનું કામ કરે છે. ઘરના સભ્યો પણ મને ભણવા માટે બહુ જ સાથ આપે છે. મારું આગળ CA બનવાનું સપનું છે.

રાજકોટ જીલ્લાના મૂળ લીલી સાજડીયારીના વતની દિનેશભાઈ પાનસૂરિયાની દીકરી કૃપાલીએ ધોરણ 12માં 99.99 PR અને સમગ્ર ગુજરાત બોર્ડમાં પહેલો નંબર લાવીને સમગ્ર ગુજરાતમાં માતા-પિતા સહીત પરિવારનું નામ રોશન કર્યું છે. કૃપલીને ધોરણ 10માં 99.47 PR આવ્યા હતા. કૃપાલીની નાની બહેનનું નામ ધનીશા છે અને તે ધોરણ 10માં અભ્યાસ કરે છે.

સમગ્ર ગુજરાતમાં 1 નંબર લાવીને માત્ર પોતાનું જ નહિ પરંતુ પરિવારનું નામ આખા ગુજરાતમાં રોશન કર્યું છે. નાના કારખાનામાં જોબ કરી ઘરનું ગુજરાન ચલાવતા પિતાની દીકરીએ મહેનત કરીને સફળતાના શિખરો હાંસિલ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *