આમ આદમી પાર્ટી ભાજપને હરાવવા લેશે આ પાર્ટીનો સાથ, પ્રધાનમંત્રી મોદી સાથે છે 36 નો આંકડો

ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણીઓ આવી રહી છે. બંને રાજ્યોમાં આમ આદમી પાર્ટી પોતાની કિસ્મત ચમકાવવા મહેનત કરી રહી છે. ગઈકાલે આમ આદમી…

file photo

ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણીઓ આવી રહી છે. બંને રાજ્યોમાં આમ આદમી પાર્ટી પોતાની કિસ્મત ચમકાવવા મહેનત કરી રહી છે. ગઈકાલે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી, કે તેઓ કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવશે નહીં કે કોંગ્રેસના નેતાઓને આમ આદમી પાર્ટીમાં લેશે નહીં. તો સવાલ એ થાય કે ભાજપને હરાવવા તેઓ કોનો સાથે લેશે?

ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ સામે લડી રહી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આમ આદમી પાર્ટી પોતાનો દબદબો વધારવા માટે અલગ-અલગ પાર્ટીઓ સાથે સમીકરણોના ચોખટા ગોઠવીને પોતાનો પગ પેસારો કરવા પ્રયત્ન કરી રહી છે. ત્યારે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરનારી સમાજવાદી પાર્ટી સાથે આમ આદમી પાર્ટી હાથ મિલાવીને ગઠબંધન કરી શકે છે, તેવી માહિતી સામે આવી છે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ એ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરીને આ વાતને પવન આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આર. એલ. ડી એ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરવાનું નક્કી કરી લીધું છે, જેની માત્ર ઔપચારિક જાહેરાત કરવાની જ બાકી છે. આ સિવાય અપના દલ (કમેરા વાદી) પાર્ટી પણ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે, આર એલ ડી સાથે ભાજપ પણ ગઠબંધન કરવા પ્રયાસ કરી રહી છે. પરંતુ આ પહેલા અખિલેશ યાદવે આર એલ ડી નેતાઓ સાથે મુલાકાત કરીને આર. એલ. ડી સાથે હાથ મિલાવી લીધો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ સિંહ યાદવ સાથે મુલાકાત કરીને નિવેદન આપ્યું છે, કે ભાજપ શાસનમાં રૂપે માં કાનૂની વ્યવસ્થા પૂર્ણ રીતે નિષ્ક્રિય છે. મેં એક કલાક સુધી અખિલેશ યાદવ સાથે વ્યાપક ચર્ચા કરી છે. અને આ મુલાકાત સફળ રહી છે. અને અમે ભાજપને સત્તા પરથી ઉખેડી ફેંકવા પ્રયાસ કરી રહ્યા છીએ. તેઓએ સ્પષ્ટ કર્યું કે અમે ગઠબંધન માટે કેટલી બેઠકો મળશે તે બાબતે ચર્ચા કરી નથી.

ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવ અને સંજય સિંહ આ પહેલા પણ ઘણી વખત મુલાકાત કરી છે અને હાલમાં જ 22 નવેમ્બરે સમાજવાદી પાર્ટી ના નેતા અને અખિલેશ યાદવ ના પિતા મુલાયમસિંહ યાદવને જન્મદિવસના દિવસે પણ મુલાકાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *