ગુજરાત(Gujarat): આગામી સમયમાં આવી રહેલી 2022ની વિધાનસભા ચુંટણીમાં ખરેખર ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. પછી તે ભલે ને કોઈ પણ પાર્ટી ના હોય. ભાજપ(BJP), આપ(AAP) અને કોંગ્રેસ(Congress) તમામ પાર્ટીઓએ ચુંટણીને અનુલક્ષીને તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. BJP બાદ હવે આમ આદમી પાર્ટી(AAP)એ રાજ્યભરમાં પણ પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે આગામી સમયમાં આવી રહેલી ગુજરાતની વિધાન સભા ચુંટણી પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની નજર પણ છે.
AAP દ્વારા શરુ કરવામાં આવેલી પરિવર્તન યાત્રા દરમિયાન AAPના નેતાઓ, કાર્યકર્તાઓ ગામડે ગામડે જઈ રહ્યા છે અને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે લોકોની સમસ્યાઓને જોઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીની આ પરિવર્તન યાત્રાને દિવસેને દિવસે બહોળું જન સમર્થન મળી રહ્યું છે. સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓની સભામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં લોકોનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
પરિવર્તન યાત્રા અંતર્ગત ગઈકાલે ભાનડું ગામે સભા યોજવામાં આવી હતી. જે સભામાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમા ચૌધરી, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ સંગઠનમંત્રી રમેશ નાભાણી, જિલ્લા પ્રમુખ ભગત, પ્રદેશ સહમંત્રી પરેશ, તાલુકા પંચાયત સદસ્ય એકતા પટેલ તથા જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ હાજર રહ્યા. સાથે મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા.
સુરત ચોર્યાસી વિધાનસભાના બુડીયા ગામેથી ૐ બાલેશ્વર મહાદેવના દર્શન કરીને સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, રાષ્ટ્રીય પરિષદ સદસ્ય રાકેશ હિરપરા અને સંગઠન મંત્રી રામ ધડુકની આગેવાનીમાં પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.
મુન્દ્રા કચ્છથી પણ આમ આદમી પાર્ટી દ્વારા ચુંટણીને લઈને પ્રચાર શરુ કરી દીધો છે. આં આદમી પાર્ટીના જુદા જુદા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
માંગરોળથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જે યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે સાથે કેશોદથી પરિવર્તન યાત્રાની શરૂઆત ઇસુદાન ગઢવી અને પ્રવીણ રામ દ્વારા કરવામાં આવી હતી. જેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
ગઈકાલે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આરેણા ગામના પુર્વ સરપંચ તેમજ આહિર સમાજના અગ્રણી સામંત રામ, ખોડાદા ગામના પુર્વ સરપંચ અને રાજપૂત સમાજના અગ્રણી મહેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક આગેવાનો ખંભાળીયા ગામના કારડીયા સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આહવાથી પણ આમ આદમી પાર્ટીના પદાધીકારીઓ દ્વારા પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પાર્ટીની વિચારધારાથી આપમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે પરિવર્તન યાત્રા દરમિયાન સભા સંબોધતા કહ્યું હતું કે, પંજાબની અંદર 117 સીટમાંથી 92 સીટ પર આમ આદમી પાર્ટી જીતી શકતી હોય તો ગુજરાતમાં પણ પરિવર્તન શક્ય છે. વધુમાં કહ્યું હતું કે, એક દુકાનની અંદર કામ કરતો અને એક નોકરિયાત વ્યકિત CM કક્ષાના દાવેદારને હરાવી શકતો હોય તો ગુજરાતમાં પણ પરિવર્તન શક્ય છે.
આમ આદમી પાર્ટી એબીસીડી રમવા નથી આવી પરંતુ જનતાના કામ કરવા માટે આવી છે. 2022ની અંદર આપની સરકાર બનશે, જનતાની સરકાર બનશે અને સરકાર બન્યા પછી લોકોના પાયાના પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લાવવાનો તમામ પ્રયાસ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.