આંધ્રપ્રદેશ: જો તમે કોઈનું દુ:ખ જોઈને દુ:ખી થાવ છો, તો ભગવાને તમને માનવ બનાવીને કોઈ ભૂલ કરી નથી. આવો જ એક બનાવ હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દ્રષ્ટિહિન મહિલા ક્યારેક મજૂરી કરતાં હતા પરંતુ આજે યુ-ટ્યુબ દ્વારા લાખો લોકોની મદદ કરે છે.
વાસ્તવમાં આ ઘટના આંધ્રપ્રદેશના નેલ્લૂરનો છે. જ્યાં બોડુ નાગામાં રહેતી 30 વર્ષની લક્ષ્મી પોતે મુશ્કેલીમાં હોવા છતાં લોકોની મદદ કરવાનું ચુકતા નથી. લક્ષ્મી છેલ્લા બે વર્ષથી એક યુટ્યુબ ચેનલ ચલાવી રહી છે, તે બંને આંખોથી જોઈ શકતા નથી, પરંતુ અન્યને મદદ કરવાનો તેમનો જુસ્સો ખરેખર વખાણ કરવા જેવો છે, તેણીએ તેમની મહેનતના આધારે એક યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર, આ યુટ્યુબ ચેનલ દ્વારા લક્ષ્મી જે પણ કમાય છે તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે ઉપયોગમાં લે છે.
મળતી માહિતી મુજબ, લક્ષ્મીએ તેમના ભાઈને યુટ્યુબ ચેનલ શરૂ કરવા માટે પચાસ હજાર રૂપિયા આપ્યા હતા અને ત્યારબાદ તેમનું જીવન સંપુર્ણ પણે બદલાઈ ગયું હતું. લક્ષ્મી કહે છે કે, તેમને વીડિયો બનાવવામાં રસ પડવા લાગ્યો અને તેમણે વી-લોગ બનાવવાનું શરૂ કર્યું હતું. આ કામમાં તેમના ભાઈ અને ભાભીએ તેમને ઘણી મદદ કરી હતી. જ્યારે તેમણે પહેલો વીડિયો મુક્યો ત્યારે તેમને સારો પ્રતિસાદ મળ્યો હતો. આજે લક્ષ્મીની યુટ્યુબ ચેનલ પર 1.5 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તેમના મોટા ભાગના વીડિયો 45 વર્ષથી વધુ ઉંમરના લોકો જોવા પસંદ કરે છે. તેમના વીડિયો મધ્યમ વય અને યુવાનો પણ જુએ છે.
સાથે સાથે, વિદેશમાં વસતા ભારતીયો પણ લક્ષ્મીના વીડિયો જુએ છે. હાલમાં લક્ષ્મીએ સૂદ ચેરિટી ફાઉન્ડેશનને પંદર હજાર રૂપિયાની રકમનું દાન પણ કર્યું છે. ઘરની પરિસ્થિતિઓ ખૂબ ખરાબ હતી, લક્ષ્મીબાઈ પોતાની આંખોથી બિલકુલ જોઈ શકતા નથી, જ્યારે પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારે લક્ષ્મીએ તેમના પરિવારમાં તેમના માતા-પિતાને ઘણી મદદ કરી હતી. તે દરમિયાન તેને ખેતરોમાં પણ કામ કર્યું હતું. પરંતુ તેમણે હાર માની ન હતી, તેમણે ગામના બાળકોને 60 હજાર રૂપિયાની સ્પોર્ટ્સ કીટ પણ દાન કરી છે, આ ઉપરાંત, તેમણે વૃદ્ધાશ્રમમાં 25 હજાર રૂપિયાનું દાન પણ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.