જે મહિલા કોર્પોરેટરના કપડા ફાડવામાં આવ્યા તેને અરવિંદ કેજરીવાલે પત્ર લખીને શું કહ્યું કે AAP બની ગયું આક્રમક

ગઈકાલે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને કોર્પોરેટરો વચ્ચે ગાર્ડસ અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો. જેમાં એક મહિલા કોર્પોરેટર ના કપડા પોલીસે ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ પણ લાગ્યો છે. વાયરલ થયેલા વીડિયો માં મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયા ના કપડા ફાટેલા દેખાઈ રહ્યા છે અને દુપટ્ટા વડે પોતાનું શરીર ઢાંક્યું છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. અરવિંદ કેજરીવાલે આ ઘટના જેમની સાથે બની તે મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયાને પત્ર લખીને સાંત્વના આપી છે. શું લખ્યું છે અરવિંદ કેજરીવાલે પોતાના પત્રમાં વાંચો અહીં:

“પ્રિય કુંદન જી, સુરતમાં ભાજપના ભ્રષ્ટાચારને ગુંડાગીરી સામે જનતા પક્ષમાં તમે સંઘર્ષ કરી રહ્યા છો તેના માટે તમને અભિનંદન આપુ છું. મેં સોશિયલ મીડિયામાં તમારા વિડીયો જોયા છે અને કેવી રીતે પોલીસે તમારી સાથે દુર્વ્યવહાર કર્યો છે અને તમે હાથ ઉઠાવ્યા વગર સંપૂર્ણ રીતે અહિંસાત્મક રીતે ભાજપના ખોટા કામો નો વિરોધ કર્યો છે.

ગુજરાત ને તમારા જેવા દેશભક્ત, ઈમાનદાર અને આક્રમક યુવાઓ પાસે અપેક્ષાઓ છે. એક પાર્ટી ના આટલા લાંબા સાશનના સમયથી ગુજરાતમાં હેરાન થઈ ગયા છે. ભાજપમાં એટલો અહંકાર આવી ગયો છે કે તેઓ તેમની સામે કોઇ ને સમજતા નથી ભાજપાના લોકોએ તકલીફો સાંભળવાની બંધ કરી દીધી છે.

તમે પૂરી વિનમ્રતા અને સેવાભાવથી હંમેશા જનતા સાથે આવી જ તે ઊભા રહેશો અને જનતા માટે લખતા રહેશો. ઈશ્વર તમારી સાથે છે કારણ કે તમે સત્ય ના રસ્તા પર ચાલો છો ઈશ્વર તમને શક્તિ સાહસ અને માર્ગદર્શન આપે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *