સુરત મેયરના સરકારી બંગલાનો વૈભવી ઠાઠ- વર્ષે ખર્ચાઈ રહ્યા છે લાખો રૂપિયા, AAPના કોર્પોરેટરોનો બંગલા બહાર વિરોધ

સુરત(Surat): શહેરના મેયર હેમાલી બોઘાવાલા(Hemali Boghawala) નો બંગલો પાંચ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ખર્ચ ઘટાડવા અને નવી આવક ઊભી કરવા માટે…

સુરત(Surat): શહેરના મેયર હેમાલી બોઘાવાલા(Hemali Boghawala) નો બંગલો પાંચ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ખર્ચ ઘટાડવા અને નવી આવક ઊભી કરવા માટે સુરત મહાનગરપાલિકા(SMC)ના ધમપછાડા વચ્ચે સત્તાધીશોની સુવિધામાં કોઈ કસર બાકી રહી ન હોવાની રાવ સાથે બુધવારના રોજ આમ આદમી પાર્ટી(AAP)ના કોર્પોરેટરો ઉધના મગદલ્લા રોડ સ્થિત મેયર હેમાલી બોઘાવાલાના બંગલા પર ધસી જઇ પ્રજાના પૈસે મેયર બંગલાની સુવિધા વધારવા ખોટા ખર્ચ કરવામાં આવી રહ્યાં હોવાનું રટણ ચલાવ્યું હતું.

મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના નગર સેવકોએ સુરક્ષા ગાર્ડ, ગાર્ડનર અને વીજબિલ પાછળ વર્ષે 26 લાખ નો ખર્ચો કરાઈ રહ્યો હોવાની બાબત પણ રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે બ્રેડ લાઇનર સર્કલ પાસે નિર્માણ પામેલા મેયર ના બંગલા ના ઇન્ટિરિયર પાછળ કરાયેલા કરોડોના ખર્ચને લીધે અગાઉ પણ ભારે વિવાદ સર્જાયો હતો.

આટલું જ નહીં પરંતુ આ બંગલામાં વાસણોથી અન્ય સુવિધાઓ વધારવા પાછળ થતા ખર્ચને વિપક્ષ સતત ચર્ચાનો મુદ્દો બનાવી રહ્યો છે. જ્યારે આ બાબતે બુધવારે આમ આદમી પાર્ટીના નગરસેવક મહેશ અણઘણ અને રચના હિરપરાએ આ રજૂઆત કરી હતી.

મેયરના વૈભવી બંગલા નો વાર્ષિક ખર્ચ આ મુજબ છે:
જો વાત કરવામાં આવે તો ચાર માર્શલ પાછળ 12,32,448 રૂપિયા, છ પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ પાછળ 9,21,384, એક બેલદાર ગાર્ડન વિભાગ પાછળ 4,05,576 અને વીજબિલ પાછળ 1,03,790 રૂપિયાનો અધધ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તે પ્રકારની બાબત આમ આદમી પાર્ટીના નગરસેવકોએ રજૂ કરી હતી.

ત્યારે આ પરથી અનેક સવાલો ઉદભવી રહ્યા છે કે, મેયરના બંગલા પાછળ આટલો બધો ખર્ચો શા માટે? શું જનતાના ટેક્સના પૈસાથી જ નેતાઓને જલસા કરવાના છે? ક્યાંક ને ક્યાંક જાહેર જનતાના ટેક્સના પૈસા અન્ય જગ્યાએ ઉપયોગ થતો હોય તેવું લાગી રહ્યું છે. જનતાના પૈસા શહેરના વિકાસમાં વાપરવા જોઈએ પણ આ તો ઊંધું જ થઈ રહ્યું છે. જનતાના ટેક્સના પૈસા તો મેરના બંગલાના વપરાઇ રહ્યા છે તેવું આ ખર્ચ પરથી જોતા લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *