હાલમાં દિવાળીના વેકેશન વચ્ચે પણ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ઉમરાળાના ધોળા ગામે ‘આપ’ના કાર્યકરો પર હુમલો થયો હતો. દિવાળીની શુભેચ્છાના પોસ્ટર લગાવતા હતા ત્યારે પોસ્ટર લગાવવાની બાબતને લઈને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરો પર હુમલો થતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આ ઘટના સામે આવતા જ સોશિયલ મીડિયા પર ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર પર આકરા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી આજે ગુરુવારે સવારે ગોપાલ ઈટાલિયા હોસ્પિટલમાં દાખલ ‘આપ’ કાર્યકરોની ખબર જાણવા ગયા હતા. ત્યાંથી ગોપાલ ઈટાલિયાએ પોલીસને આ ઘટનામાં રજૂઆત કરવા કાર્યકરો સાથે જઈને કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગ કરવાનું નક્કી કર્યું અને તેઓ ભાવનગરના ઉમરાળા પોલીસ સ્ટેશને પહોંચ્યા.
‘આપ’ કાર્યકરોના હુમલા બાબતે પોલીસ ફરીયાદ હજુ સુધી નહી લેવાતા, ઉમરાળા પોલીસ સ્ટેશને ફરીયાદ દાખલ કરવાની રજુઆત કરવા પહોંચેલા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ભાજપના નેતાઓના ઇશારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીનું માનવું છે કે ધોળા જંકશનના ભાજપના ગુંડા પેથા હુંબલના દબાણથી ભાવનગર પોલીસે ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી છે. પેથો હુંબલ અને તેનો દિકરો પ્રતાપ હુંબલ ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારના પાલતુ ગુંડાઓ છે અને ઉમરાળા તાલુકામાં એમનો ખુબ જ ત્રાસ છે. આજે પેથા હુંબલના કહેવાથી ગોપાલ ઈટાલિયાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે ભાજપનો અંત નક્કી જ છે. ગોપાલ ઈટાલિયાને જેટલા હેરાન કરશો એટલા જ એ મજબૂતીથી ભાજપ સામે લડશે.
આ હુમલામાં ‘આપ’ના રમેશભાઈ પરમાર અને ભગુભાઈ નામના કાર્યકર ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે સ્થાનિક સિવિલ હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ તેમની મુલાકાત દરમિયાન તેમની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી અને સંપૂર્ણ આમ આદમી પાર્ટીનું પરિવાર તેમની સાથે છે એવી સાંત્વના આપી હતી. તે સિવાય આમ આદમી પાર્ટી ભાજપના આવા તાનાશાહી રવૈયા સામે ચૂપ નહિ બેસે તેવો વિશ્વાસ પણ અપાવ્યો હતો. આમ આદમી પાર્ટીનું માનવું છે કે આ બધા હુમલા ભાજપના ઇશારે કરવામાં આવી રહ્યા છે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયા પર પણ આ હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે, ભાજપના સ્થાનિક પાલતુ ગુંડાઓના દબાણ હેઠળ કાયદેસરની કલમો મુજબ ફરિયાદ નોંધવા માટે આનાકાની કરવામાં આવી રહી છે. મારી પાર્ટીના તમામ મિત્રોને વિનંતી છે કે, ભાજપી લફંગાઓની ગુલામીમાંથી આઝાદ થવું હશે તો આવતીકાલે તહેવાર હોવા છતાં આપણે સૌએ રમેશભાઈ અને ભગુભાઈના સમર્થનમાં ઉમરાળા હાજર રહેવું પડશે. જો યોગ્ય કલમો અને તમામ લફંગાઓના નામ સાથે ફરિયાદ નહીં લખવામાં આવે તો આમ આદમી પાર્ટી ઉમરાળામાં સમર્થન આપવા તમામ મિત્રોને તૈયારીમાં રહેવા વિનંતી કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.