સુરતના ઉમરામાં મહિલાને ઘરે બોલાવી 3 લોકોએ આચર્યું સામુહિક દુષ્કર્મ- વિડીયો થયો વાયરલ

સુરત(Surat): શહેરના ઉમરા(Umra)ના નંદનવન સોસાયટીમાં આવેલા એક બંગલામાં 28 વર્ષીય મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે ગેંગરેપ કર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાના મુખ્ય સૂત્રધાર દ્વારા પીડિતાનો વિડીયો(Video) ઉતારવામાં આવ્યો હતો અને તેને બ્લેકમેલ(Blackmail) કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ઉમરા પોલીસ દ્વારા આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઉમરા પોલીસથી મળતી માહિતી અનુસાર, નંદનવન સોસાયટી, રંગીલાપાર્ક ઉમરા ખાતે રહેતા આરોપી જયેશ ઉર્ફે જયહેમંતની મુલાકાત 28 વર્ષીય મહિલા સાથે થઇ હતી. દોઢ મહિના અગાઉ બંને વચ્ચે થયેલી ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી. આરોપી જય અને મહિલા વચ્ચે મુલાકાતો વધવાને કારણે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

મળતી માહિતી અનુસાર, આરોપી જયેશ ઉર્ફે જયે મહિલાને લગ્નની લાલચ આપી હતી તેની સાથે તેના બંગલામાં જ શારીરિક સબંધ બાંધ્યો હતો. આ દરમિયાન આરોપી જયેશ દ્વારા મહિલાનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો. આ વિડીયોના આધારે જયેશ તેને બ્લેકમેલ કરી વાંરવાર શારીરિક સબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. જણાવી દઈએ કે, 8 મે 2022ના દિવસે સાંજે 6:30 કલાકે બનેલી ઘટનામાં આરોપી જયેશ ઉર્ફે જય હેમંતે મહિલાને પોતાના બંગલા પર બોલાવી હતી.

આ સમય દરમિયાન જયેશ સાથે તેના ત્રણ મિત્રો પણ ત્યાં હાજર હતાં. જ્યાં જયેશે તેના પોતાના બેડરૂમમાં મહિલા સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો. ત્યાર પછી જયેશે ત્યાં હાજર તેના મિત્ર યોગી પવાર અને એક અન્ય મિત્ર સાથે બળજબરીથી પીડિત મહિલાને શારીરિક સબંધ બાંધવા માટે મજબૂર કરી હતી.

પીડિતાએ આવું નહી કરવાની ના પાડતા આરોપીઓએ ભેગા મળી તેને ઢીકમુક્કીનો માર મારી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. એટલું જ નહીં આ ઘટના અંગે કોઇને કશું કહેવા પર જાનથી મારી નાખીશ તે પ્રકારની ધમકીઓ આપવામાં આવી હતી. પીડિતા મહિલા દ્વારા આરોપી જયેશ ઉર્ફે જય હેમંત, યોગી પવાર અને અન્ય આરોપી સામે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *