ગુજરાતમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. એવામાં બે દિવસ પહેલા ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને અભિનંદન પાઠવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સમય દરમિયાન કેટલાય લોકો ભેગા થયા હતા. અને કોઈ પણ પ્રકારનું સોસિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં નહોતું આવ્યું. જેની તસ્વીરો પણ સોસીયલ મીડિયામાં વાયરલ થયા હતા.
આ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવણીએ કોરોના મહામારી દરમિયાન સામાન્ય નાગરીકો પર થયેલા જાહેરનામાં ભંગના કેસો રદ્દ કરવા અથવા સી.આર. પાટીલ (ભાજપ) ની સત્કાર રેલીમાં ભેગા થયેલા અને સુરત ભાજપ કાર્યાલય પર શુભેચ્છા આપવા ગયેલા કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ ભંગ હેઠળ ગુનો દાખલ કરવા અરજી કરી છે. અરજી આ પ્રમાણે હતી,
જય હિન્દ,જય ભારત સાથ જણાવવાનું કે સુરત માં આપના પોલીસ વિભાગ દ્વારા સામાન્ય નાગરીકો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે અલગ અલગ કાયદો વ્યવસ્થા હોઈ તેવો વ્યવહાર થઇ રહ્યો છે. જાહેર જનતા સામે સામાન્ય બાબત માં જહેનામાં ભંગના અનેક ગુનાઓ નોંધાઈ રહ્યા છે જયારે ભાજપ ના નેતાઓ અને કાર્યકર્તાઓ ખુલે આમ જાહેરનામાં ભંગનું કૃત્ય કરે છે છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી.
આ બાબતે આપના ધ્યાન માં લાવી શકાય તેવા કિસ્સા ૧) આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા રાજ્ય મંત્રીશ્રી કિશોર કાનાણીના બેનર લગાવવા બાબતે જાહેરનામાં ભંગનો ગુનો નોધવામાં આવ્યો હતો. ૨) સુરતમાં પાસ સમિતીના કાર્યકર્તાઓ પર બેનર પર કાળી શાહી લગાવવા બાબતે કથિત રીતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવેલ છે.
જ્યારે તારીખ : ૨૪.૦૭.૨૦૨૦ ના રોજ સી.આર.પાટિલ નવનિયુક્તિ ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ થયા તે બાબતે રેલીનું આયોજન કરેલ તેમાં અને સુરત ભાજપ કાર્યાલય પર શુભેચ્છા આપવા ગયેલ તે સમયે ભાજપના કાર્યકર્તા અને જવાબદારો એ સરે આમ સોશિયલ ડિસ્ટન્સિંગ ભંગ થયેલ છે તેના ફોટા TV ન્યૂજ મીડિયા, ન્યૂજ પેપર અને સોશિયલ મીડિયામાં જોવા મળેલ છે. આપશ્રી દ્વારા તારીખ : ૧૪.૦૭.૨૦૨૦ ના રોજ બહાર પાડેલ હુકમ અનુસાર તારીખ : ૧૫.૦૭.૨૦૨૦ ના કલાક ૦૦-૦૦ થી ૨૯.૦૭.૨૦૨૦ ના કલાક ૨૪-૦૦ વાગ્યા સુધી પરવાનગી વગર સંયુક્ત હેતુથી જાહેર જગ્યા ઉપર ૧૪૪ કલમ મુજબ ચાર કે ચાર કરતાં વધારે માણસોએ ભેગા થવું નહીં. અને સભા ભરવી કે બોલાવવી નહીં અને આ હુકમનો ભંગ થશે તેની વિરુદ્ધ ભારતીય ફોજદારી અધિનિયમ સને ૧૮૬૦ ની કલમ ૧૮૮ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે તેવો હુકમ કરેલ છે. તેથી દોશીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવી યોગ્ય છે.
અમોને મળેલ માહિતી અનુસાર આપશ્રી દ્વારા આજ દિન સુધી ભાજપના કાર્યકર્તા અને જવાબદારો વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ગુનો દાખલ કરેલ નથી અને બીજી બાજુ પાસ સમિતિના યુવાનો પર બેનેરો પર કાળી સાહી લાગવવાના આરોપ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરેલ છે જે બન્ને બાબતે આપશ્રી આમ જનતા અને ભાજપ ના કાર્યકર્તા-જવાબદારો વચ્ચે વ્હાલા દોહલાની ભેદભાવ વાળી નીતિ અપનાવી રહ્યા હોય તેવું નરી આંખે જણાય આવતું દેખાય છે તેને કારણે આપશ્રીની અને સુરત, ગુજરાત પોલીસ ની છબી ખરડાયરહી હોય તેવું અનુભવીએ છે.
આમ જાહેર જનતા પર નોંધાયેલા જાહેરનામાં ભંગ ના કેસો રદ્દ કરવામાં આવે અને ભાજપના કાર્યકર્તા અને જવાબદારો વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સિંગ ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી આ આવેદન સાથે અમો આમ આદમી પાર્ટી ગુજરાત માંગણી કરીએ છીએ.
ભાજપના કાર્યકર્તા અને જવાબદારો વિરુદ્ધ સોશિય ડિસ્ટન્સિંગ ભંગ કરેલ તેના ફોટો જોડેલ છે જે ગુનો દાખલ કરવા પૂરતા છે.- યોગેશભાઈ જાદવાણી (ગુજરાત પ્રદેશ પ્રવક્તા)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.