ગુજરાત(Gujarat): રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા(Asit Vora)ના રાજીનામાને અને વિધાર્થીઓના વળતર અને આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓની જેલમુક્તિની માંગને લઈને મહેશ સવાણી આમરણાત ઉપવાસ પર બેઠા હતા. તેની તબિયત લથડતા તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આ આમરણાત ઉપવાસ પર ઉતરેલા મહેશ સવાણી(Mahesh Savani)એ પારણા કર્યા છે. મહેશ સવાણી દ્વારા પારણા કરવામાં આવ્યા પરંતુ લડત હજુ શરુ રહેશે.
એક તરફ જ્યાં યુવરાજ સિંહસહિતનાં નેતા અસિત વોરા સામે ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે અને યોગ્ય તપાસ કરીને તેમને પદ પરથી દૂર કરવા માટેની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. ત્યારે સરકારને હજુ પણ અસિત વોરા પર પૂરે પૂરો વિશ્વાસ હોય તેવું લાગી રહ્યું છે. સાથે સાથે વિપક્ષ પણ એક સૂરે અસિત વોરાપર રાજીનામું આપે તેવી માંગ સરકાર સમક્ષ કરી રહી છે. પણ હજુ સુધી સરકાર સમગ્ર બાબતે ટસની મસ ન થતાં આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકારને 2 દિવસનું અલ્ટિમેટ આપતા કહ્યું છે કે, સરકાર અસિત વોરાનું રાજીનામુ નહીં લે તો સમગ્ર ગુજરાતમાં મોટુ આંદોલન છેડવામાં આવશે.
સરકાર પાસે માત્ર બે દિવસ, પછી રોડ પર ઉતરીને કવામાં આવશે આંદોલન:
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાનું સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે, ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા રાજીનામું નહિ આપે તો મોટા પાયે બે દિવસ બાદ સમગ્ર ગુજરાતમાં આંદોલનનો સુર છેડાશે. અસિત વોરા શંકાના દાયરામાં છે જેથી બે દિવસ પછીનું અમારૂ આંદોલન ખુબ જ મહત્વનું હશે. ના છૂટકે હવે અમે રોડ પર ઉતરીશું અને આંદોલનનો રસ્તો પકડીશું. વધુમાં આંદોલન વિશે જણાવતા કહ્યું કહ્યું હતું કે, અમે સહી અભિયાન ચલાવીશું, અસિત વોરા પદ પર છે ત્યાં સુધી સરકારને પુરાવા નહીં મળે જેને કારણે સીટની રચના થવી ખુબ જ જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.