સરકાર પાસે રૂપિયા ખૂટ્યા? AAP નેતાએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને કહ્યુ શિક્ષકોને જલ્દી પગાર ચૂકવો

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani) ની સળી કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ હજી થાક્યા ન હોય તેમ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે.…

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani) ની સળી કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ હજી થાક્યા ન હોય તેમ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા રાકેશ હિરપરાએ દાવો કર્યો છે કે ગુજરાત ની સરકારી શાળાઓના શિક્ષકોને માર્ચ મહિનાનો પગાર હજુ સુધી મળ્યો નથી. ફેબ્રુઆરી મહિનાનો પગાર પણ માર્ચ મહિનાની 20 માર્ચ પછી ચૂકવવામાં આવ્યો હતો. આમ નાણાકીય ઘટ છે કે શું તે અંગે સવાલ કરતો એક પત્ર લખીને વધુ એક વખત આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાતના શિક્ષણ મોડલ ને ક્લીન બોલ્ડ કરવાનો પ્રયત્ન કર્યો છે.

AAP આમ આદમી પાર્ટી ની રાષ્ટ્રીય પરિષદના સદસ્ય રાકેશ હિરપરાએ (Rakesh Hirpara) ગુજરાતના શિક્ષણમંત્રીને પત્ર મોકલીને શિક્ષણ વિભાગ પાસે નાણા ખૂટી ગયા કે શું? તે અંગે સવાલ અને માંગની કરતો પત્ર પાઠવ્યો છે. રાકેશ હિરપરાએ નીચે મુજબનો પત્ર Email અને PGPortalના માધ્યમથી રાજ્યના શિક્ષણ વિભાગને પહોંચાડ્યો છે.

“આપ જાણતાં જ હશો કે છેલ્લા બે મહિનાથી રાજ્યના શિક્ષકમિત્રોને સમયસર પગાર ચૂકવવામાં નથી આવી રહ્યો. એપ્રિલ મહિનાની 15 તારીખ થઇ ગઈ હોવા છતાંય હજુ સુધી માર્ચ મહિનાનો પગાર નથી ચૂકવાયો. ફેબ્રુઆરી મહિનાનો પગાર પણ છેક 20 માર્ચ પછી ચૂકવાયો હતો.

મોટાભાગના શિક્ષકમિત્રો ઉપર અત્યારે બેંક લોનનું ભારણ છે એટલે બેંક લોનના હપ્તા (EMI) સમયસર ભરવાની જવાબદારી દરેક શિક્ષક ઉપર છે. એક તરફ જીવનજરૂરી વસ્તુઓના ભાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે, મોંઘવારી વધી રહી છે અને બીજી તરફ આવકની આવી અનિયમિતતા સ્વભાવે સ્વમાની એવા શિક્ષકો ઉપર બહુ મોટી માનસિક તાણ ઉભી કરે છે. આવી તાણ સાથે વર્ગખંડોમાં જતાં શિક્ષકો પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે આપી શકે ?

આ ઉપરાંત, સુરત મહાનગરપાલિકા સહિત ઘણી જગ્યાના શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ પણ મળતો નથી અને સાતમાં પગારપંચનો ત્રીજો હપ્તો પણ હજુ સુધી ચૂકવાયો નથી.

રાષ્ટ્રના સૌથી આવશ્યક ક્ષેત્ર એવા શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલી આ અતિ આવશ્યક બાબત હોઈ આ બાબતને પ્રાધાન્ય આપીને તાત્કાલિક ધોરણે આનું નિવારણ કરશો એવી રાજ્યના તમામ શિક્ષકમિત્રો વતી વિનંતી છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *