ચૂંટણી પહેલા પોતાના ઘોષણા પત્ર અનુસાર આમ આદમી પાર્ટી ભલે સત્તા પર નથી પણ વિપક્ષના પદ પર થી પણ જનતાના મુદ્દા ઉઠાવવાનું શરૂ કરી દીધું હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે. આજે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી ની આગેવાનીમાં સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ નહેરનો ઘેરાવ કર્યો હતો. અચાનક આવી રીતે પોતાની ચેમ્બરમાં કોર્પોરેટરો ધસી આવતા મેયર હેમાલી બેન બોઘાવાલા ડઘાઈ ગયા હતા. અને આમ આદમી પાર્ટીના નેતાઓએ લેખિત અને મૌખિક રજૂઆત શરૂ કરી દીધી હતી.
આ સમયે હેમાલીબેન બોઘાવાલા એ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પોતાની પાર્ટીના સિમ્બોલ હટાવવાનું કહ્યું હતું અને ખેસ અને ટોપી કાઢવાનું કહ્યું ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું. અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મેયર અને પોતાની ચેમ્બરમાંથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના ફોટો હટાવી લેવાની બૂમાબૂમ કરી હતી. ત્યારે મેયર ને પોતાનો કક્કો નહીં ચાલે એવું લાગતાં મૌન સેવી લીધું હતું.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના મોટા ભાગના કોર્પોરેટરો વરાછા, મોટા વરાછા અને કતારગામ વિસ્તારમાં ચૂંટાયા છે અને આ વિસ્તારના નાગરિકો મોટાભાગે હીરા વ્યવસાય સાથે જોડાયેલા છે, જેઓને વ્યવસાય વેરો ભરવો પડે છે અને પાણી પણ મીટર દ્વારા આપવામાં આવે છે. પાલિકા દ્વારા પાણીના બિલના ભરપાઈ થતા તોતિંગ પેનલ્ટી ઓ આપવામાં આવી છે. જેને લઇને આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે સુરતના કોઈપણ સુરતવાસીએ પાણીનું બિલ ભરવાનું થતું નથી. જો મહાનગરપાલિકા તેનું કનેક્શન આપી જશે તો આમ આદમી પાર્ટી આ કનેકશન જોડી આપશે. આમ આદમી પાર્ટીએ કરેલી આ જાહેરાત બાદ ભાજપ સંચાલિત મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને આગામી સમયમાં કપરા ચડાણ ચઢવા પડશે તે નક્કી થઈ ગયું છે.
આમ આદમી પાર્ટી દ્વારા શું માંગણી કરવામાં આવી…
પ્રજાને 24 કલાક સાત દિવસ પાણીની યોજના હેઠળ આપવામાં આવેલા મસમોટા બીલો રદ કરવા અને રેગ્યુલર પદ્ધતિથી દરરોજ પૂરતા પ્રેશરથી પાણી આપવાની પ્રથમ માંગ કરાઈ છે જ્યારે બીજી માંગમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ માંગણી કરી છે કે, આર્થિક રીતે પાયમાલ થયેલા કારીગરો કર્મચારીઓ અને મજૂરો પાસેથી લેવા તો પ્રોફેશનલ ટેક્સ બંધ કરવો જ્યારે ત્રીજી માગણી છે કે, પ્રજાને મિલકતવેરો સહિત યુઝર્સ ચાર્જમાં પચાસ ટકા રાહત આપી અને વ્યાજ તથા પેનલ્ટી ની જોગવાઈઓ રદ કરવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle