AAP એ જીતુ વાઘાણી ને ક્લીન બોલ્ડ કર્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલનો વારો? સિસોદિયાએ પત્ર લખ્યો, આવો દિલ્લી

દિલ્હીના શિક્ષણ મંત્રીએ બે દિવસ અગાઉ ગુજરાતની શાળાઓની મુલાકાત કરી હતી. છેલ્લા પંદર દિવસથી વ્યૂહરચના ઘડીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની હાલત ખરાબ છે. એવું દેખાડી ને…

દિલ્હીના શિક્ષણ મંત્રીએ બે દિવસ અગાઉ ગુજરાતની શાળાઓની મુલાકાત કરી હતી. છેલ્લા પંદર દિવસથી વ્યૂહરચના ઘડીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની હાલત ખરાબ છે. એવું દેખાડી ને ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ને આમ આદમી પાર્ટીએ ક્લીન બોલ્ડ કરી દીધા છે. AAP દ્વારા ગુજરાતમાં હાલ શિક્ષણ મુદ્દે રાજનીતિ તેજ કરી દેવામાં આવી છે.

દિલ્લી પરત ગયા બાદ હવે મનીષ સિસોદિયાએ બીજો એક પત્ર લખ્યો છે અને હવે જીતુ વાઘાણી નહીં પરંતુ ખુદ સીએમ ભુપેન્દ્ર પટેલને દિલ્હી આવવા આમંત્રણ આપી દીધું છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ સિસોદિયાએ પત્ર લખીને ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, અમે એવું નથી કરી રહ્યા કે ગુજરાતની તમામ શાળાઓ ખરાબ છે, પરંતુ છેલ્લા ૨૭ વરસોમાં ભાજપ ગુજરાતમાં શાસન કરી રહ્યું છે. એટલે તમે પણ ત્યા સારી શાળાઓ બનાવી જ હશે.

દિલ્હીમાં 2015 સુધી કોંગ્રેસ સરકારે પણ સારી શાળાઓ બનાવી હતી. પરંતુ ઘણી એવી હાલતમાં હતી જેવી હાલમાં ગુજરાતમાં મેં બે શાળાઓ ની હાલત જોઈ. ત્યારે મને લાગ્યું કે આવી કેટલીક સારી શાળાઓ બનાવીને બાકી બધી શાળાઓને કબાડખાના જેવી બનાવી દેવામાં આવે તે ઉચિત નથી.

હું ખૂબ આદર સાથે તમને અને તમારા શિક્ષણ મંત્રી માનનીય જીતુભાઈ વાઘાણી ને શિક્ષા વિભાગના અધિકારીઓ સાથે દિલ્હીની સરકારી શાળાઓ જોવા પધારવા આમંત્રણ આપું છું. મને પૂરી આશા છે કે રાજકીય મતભેદો અને સાઇડમાં રાખીને તમે ગુજરાતના બાળકોના હિતમાં અહીંયા જરૂર જાણવા અને સમજવા આવશો. તમે ચોક્કસથી જાણશો કે દિલ્હીની સરકારી શાળાઓ નું મોડલ થોડીક સારી સરકારી શાળાઓ બનાવવાને બદલે દિલ્હી તમામ શાળાઓને સારી બનાવવામાં સફળ કેમ થયુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *