હેવાન આચાર્યને કડકમાં કડક સજા અને પીડિત બાળકોને ન્યાય અપાવવા AAP તમામ કોશિશ કરશે- રાકેશ હિરપરા

સુરત(Surat): શહેરની સરકારી શાળા(Government School)માં થઇ રહેલા શોષણની માહિતી ઘણા સમયથી પ્રશાસનને આપવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં…

સુરત(Surat): શહેરની સરકારી શાળા(Government School)માં થઇ રહેલા શોષણની માહિતી ઘણા સમયથી પ્રશાસનને આપવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. જેના કારણે આમ આદમી પાર્ટી(AAP)એ નિર્ણય લીધો હતો કે જિલ્લા બાળ સુરક્ષા આયોગ(Child Protection Commission)ને પણ આ અંગે જાણ કરવામાં આવે અને સરકાર પર દબાણ કરવામાં આવે જેથી વહેલી તકે આરોપી આચાર્ય સામે કડક પગલાં લેવામાં આવે. જેના કારણે આજે આમ આદમી પાર્ટીના નેશનલ કાઉન્સિલ મેમ્બર રાકેશ હિરપરા(Rakesh Hirpara)ની આગેવાનીમાં આમ આદમી પાર્ટી મહિલા વિંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને પૂરા પુરાવા સાથે ફરિયાદ કરી છે.

ત્રણ દિવસ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે આ સરકારી શાળામાં આચાર્ય દ્વારા બાળકોનું યૌન શોષણ કરવામાં આવે છે. સૌથી મોટી વાત તો એ છે કે પીડિત બાળકના માતા-પિતા આ ઘટના અંગે 3 મહિનાથી મદદ માટે આજીજી કરી રહ્યા છે અને આ માટે તેઓ ગાંધીનગરથી ભાજપની કમલમ કાર્યાલય સુધી અનેક વખત ધક્કા ખાઈ ચૂક્યા છે પરંતુ કોઈએ તેમને ન્યાય આપ્યો નથી. અમે માનીએ છીએ કે ક્યાંક ને ક્યાંક બીજેપી શિક્ષણના મંદિરમાં શોષણ કરનાર હેવાનને બચાવી રહી છે.

અગાઉ શનિવાર, 16 જુલાઈના રોજ કમિશનર સાથેની બેઠકમાં તેમણે કડક શબ્દોમાં કહ્યું હતું કે “કોર્પોરેશન, સમિતિ અથવા માતાપિતા ફરિયાદી બનશે ત્યારે જ અમે ફરિયાદ નોંધાવીશું. જો રાકેશ હિરપરા અથવા આમ આદમી પાર્ટી ફરિયાદી બનવા માંગે છે.

પરંતુ આમ આદમી પાર્ટી પીડિતાના પરિવાર સાથે છે અને અમે તમામ પ્રયાસ કરીશું કે હૈવાન આચાર્યને સખતમાં સખત સજા મળે અને પીડિત બાળકને ન્યાય મળે. અમે કમિશનરને આવેદન પણ આપ્યું હતું પરંતુ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. પરંતુ અમે આશા રાખીએ છીએ કે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા આ મુદ્દાને ધ્યાને લેવામાં આવશે અને સરકાર પર દબાણ કરવામાં આવશે કે ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને બાળકને ન્યાય મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *