‘નોકરી પર જાવ છું’ કહીને ઘરેથી નીકળેલી મહિલા પોલીસની નર્મદા કેનાલ માંથી મળી લાશ

દરરોજ આપઘાતના કેટલાય કિસ્સાઓ સામે આવતા હોય છે. અત્યારે લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. ત્યારે હાલમાં જ ગાંધીનગર (Gandhinagar)માં એક પોલીસ…

દરરોજ આપઘાતના કેટલાય કિસ્સાઓ સામે આવતા હોય છે. અત્યારે લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. ત્યારે હાલમાં જ ગાંધીનગર (Gandhinagar)માં એક પોલીસ વડા કચેરીની LIBમાં ફરજ બજાવતા મહિલા લોક રક્ષકે પોતાનું જીવન નર્મદા કેનાલ (Narmada Canal)માં ઝંપલાવીને ટૂંકાવી દીધું હતું. તેના પરિવારમાં શોકનું વાતાવરણ છવાયેલું છે.

મળતી માહિતી અનુસાર, આ મહિલા લોક રક્ષકનું નામ નિશાબેન પ્રજાપતિ હતું. નિશાબેન મૂળ ચંદ્રાલા ગામના છે અને તેઓના લગ્ન હાલીસા ગામે બિરેજશભાઈ સાથે પંદર મહિના પહેલા થયા હતા. નિશાબેન ગાંધીનગરમાં LIB માં ફરજ બજાવે છે અને તેમના પતિ તૈયારી કરે છે. 16 એપ્રિલે નિશાબેને કોઈ કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

ઘરે નોકરી જવાનું કહીને ઘરેથી નીકળ્યા તો ખરા પણ મોડે સુધી ઘરે ના પહોંચતા પરિવારને ચિંતા થવા લાગી અને નિશાબેનની શોધખોળ કરવાની ચાલુ કરી હતી. આ દરમિયાન તેમનો મૃતદેહ જાશપુર ગણપતપુરા માંથી મળી આવ્યો હતો. તેથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. નિશાબેન એ દિવસે ઘરે નોકરી પર જવા માટેનું કહીને ઘરેથી નીકળ્યા હતા અને તેઓએ અહીંયા આવીને આપઘાત કર્યો હતો. તેઓએ એક ચિઠ્ઠી પણ લખી હતી જેમાં તેઓનો મોબાઈલ નંબર અને મોબાઈલનો પાસવર્ડ પણ લખ્યો હતો.

તેમનો મૃતદેહ શોધવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમની એક્ટિવા અડાલજ વિસ્તારમાંથી મળ્યું હતું. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમનો મૃતદેહ મળતા જ પરિવારમાં ખળભરાટ સર્જાઈ ગયો હતો. હાલ તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *